Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 પિતરનો પત્ર 1:5 - કોલી નવો કરાર

5 કેમ કે, તમે પરમેશ્વરનાં સ્વભાવમાં ભાગીદાર થાવા હાટુ છો, તમારે સદાય મસીહ ઉપર વિશ્વાસ કરવાનો કઠણ પ્રયત્ન કરવો જોયી, જે બીજાઓની હાટુ હારુ છે અને તમારે એવા લોકો પણ બનવું જોયી જે હમજદારીથી વ્યવહાર કરવાનું જાણે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 પિતરનો પત્ર 1:5
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ બધીય વાતો સિવાય, અમારી અને તમારી વસ્સે એક મોટી ખાય બનાવી દીધી છે કે, જે કોય માણસ ન્યા જાવા ઈચ્છે, તોય ઈ નો આવી હકે, અને કોય માણસ ત્યાંથી આયા અમારી પાહે નો આવી હકે.


પણ અમને આશા હતી કે, ઈ ઈઝરાયલ દેશના લોકોને તારણ આપશે, અને આ બધીય વાતો કરતાં આ બધો બનાવ બન્યો, આ એનો આજ ત્રીજો દિવસ થયો.


જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


ઈ કારણે મુરખા નો થાવ પણ ઈ જાણવાનો પ્રયત્ન કરીને બુદ્ધિશાળીની જેવા બનો કે, પરભુ તમારીથી શું કરાવવા માગે છે.


અને હું ઈ પ્રાર્થના કરું છું કે, એકબીજાની પ્રત્યે તમારો પ્રેમ, અને બધાય પરકારનું જ્ઞાન અને હમજણ હારે ખુબ આગળ વધતો જાય,


એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.


ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો.


ઈ હાટુ જે દીવસથી આ હાંભળ્યું છે, અમે પણ સદાય તમારી હાટુ આ પ્રાર્થના કરી રયા છયી, અને પરમેશ્વરને વિનવણી કરી છયી જેથી પરમેશ્વરની આત્મા તમે જ્ઞાન અને બુદ્ધિ આપે જેનાથી તમે ઈચ્છાઓને પુરી રીતે હમજી હકો.


કેમ કે, ઈ પરમેશ્વરની બુદ્ધિ અને જ્ઞાનની ઓળખાણ કરાવે છે, જે હંતાડેલ ખજાના જેવું છે.


પણ વિશ્વાસ વગર પરમેશ્વરને રાજી કરી હકાય નય, કેમ કે પરમેશ્વરની પાહે જે આવે છે એને એવો વિશ્વાસ કરવો જોયી કે, પરમેશ્વર છે અને જે એને ખંતથી ગોતે છે, તેઓને ઈ એનું ફળ આપે છે.


ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો.


અમારી ઈચ્છા આ છે કે, જયા હુધી તમે જીવો છો ન્યા હુધી ઉત્સાહથી કામો કરતાં રેહો, તો જે તમે આશા કરો છો ઈ મેળવી હકશો.


એમ જ તમે ધણીઓ, પોતાની બાયડીઓ હારે હળી મળીને રયો અને એની મદદ કરવાના વિષે વિસાર કરો. તમારે યાદ રાખવું જોયી કે, ઈ તમારાથી નબળી છે. એટલે તમારે એને માન આપવું જોયી કેમ કે, તમે બેય એના વરદાનના ભાગીદાર છો, જે પરમેશ્વરે કૃપાથી તમને દીધુ છે. એટલે અનંત જીવનનું વરદાન, એવુ કરો જેથી જઈ તમે પરમેશ્વરને પ્રાર્થના કરો તો ઈ તમારુ હાંભળે.


ઈજ કારણે ભાઈઓ, તમે પોતાને અને બીજા લોકોને ઈ બતાવવા હાટુ હજી હારો વ્યવહાર કરવા હાટુ કઠણ પ્રયત્ન કરો કે, પરમેશ્વરે તમને ખરેખર ગમાડયા છે અને તમને પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા છે. જો તમે એવુ કરશો તો પાક્કી રીતે પરમેશ્વરથી જુદા નય થાવ.


આ રીતે પરમેશ્વર તમારો ઈ જગ્યામાં માનપૂર્વક આદર કરશે જ્યાં ઈસુ મસીહ છે, જે આપડો પરભુ અને આપડો તારનાર છે, જે સદાય હાટુ લોકો ઉપર રાજ્ય કરશે.


એટલે હે વાલાઓ, જો તમે ઈ દિવસની વાટ જોવો છો, જઈ પરમેશ્વર જગતનો ન્યાય કરશે. તો તમારે પુરેપુરી કોશિશ કરવી જોયી, જેથી ઈ તમને શુદ્ધ અને નિરદોષ અને એક-બીજાની હારે શાંતિમાં રાખી હકે.


એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ