14 કેમ કે હું જાણું છું કે હું જલ્દી મરી જાવાનો છું કેમ કે આપડા પરભુ ઈસુ મસીહે મને સોખી રીતે દેખાડયું છે.
સિમોન પિતરે ઈસુને પુછયું કે, “પરભુ, તું ક્યા જાય છે?” એણે જવાબ દીધો કે, “જ્યાં હું જાવ છું, ન્યા આઘડી મારી વાહે નય આવી હકે, પણ થોડાક વખત પછી મારી વાહે આવય.”
અને હવે હું જાણું છું કે, તમે બધાય જેમાં મે પરમેશ્વરનાં રાજ્યનો દરેક જગ્યા ઉપર પરસાર કરયો, હવે તમે મને પાછો કયારે પણ નય જોય હકો.
કેમ કે, આપડે જાણી છયી કે, જો આપડું પૃથ્વી ઉપરનું માંડવારૂપી દેહ નાશ પામી જાય, તોય સ્વર્ગમાં પરમેશ્વરે બનાવેલું, હાથેથી બનાવેલું નય એવું અનંતકાળનું આપડું ઘર છે.
કેમ કે, મારું જીવન અને પરમેશ્વર હાટુ મારું કામ પુરું થય રયુ છે, અને મારે બલિદાન રુપે મરવાનો વખત આવી ગયો છે.
હું જાણું છું કે, જઈ હું હજી જીવતો છું, તો હારું છે, એના વિષે હું તમને સદાય વાત કરવાનું સાલું રાખુ, જેથી તમે એને ભુલી નો જાવ,