5 હવે હે બાય, હુ તને વિનવણી કરું છું કે, આપડે મસીહમાં એક-બીજાને પ્રેમ કરવો જોયી, આ કોય નવી આજ્ઞા નથી લખી રયો પણ આ ઈ જ આજ્ઞા છે જેને આપડે ઈ વખતથી જ જાણી છયી જઈ આપડે મસીહની પાછળ હાલવાનું સાલું કરયુ.
મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.
બધાયથી ખાસ વાત ઈ છે કે, દરેકની હારે ઈમાનદારીથી પ્રેમ કરો, કેમ કે, જો આપડે બીજાને પ્રેમ કરી છયી, તો આપડે ઈ તપાસ કરવાની કોશિશ નય કરી કે એણે શું પાપ કરયુ છે.
અને તમારે નો ખાલી એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને માન આપે, પણ તમારે એકબીજા ઉપર પોતાના પરિવારના સભ્યોની જેમ પ્રેમ કરવો જોયી અને એવી જ રીતે તમારે બધાય લોકોને પણ પ્રેમ કરવો જોયી.
જો કોય કેય કે, “હું પરમેશ્વરથી પ્રેમ કરું છું,” પણ ઈ પોતાના વિશ્વાસી ભાઈથી વેર રાખે તો ઈ ખોટો છે કેમ કે, જે પોતાના વિશ્વાસી ભાઈથી નફરત કરે છે, જેણે એને જોયો છે, ઈ પરમેશ્વરથી પ્રેમ કરી જ નથી હકતો, જેને એને જોયો નથી.
હું, મંડળીનો વડવો યોહાન આ પત્રને પરમેશ્વર દ્વારા ગમાડેલી ઈ બાય અને એના સંતાનોને લખી રયો છું, જેઓને હું મસીહમાં હાસો પ્રેમ કરું છું અને ખાલી હુ જ નય પણ તેઓ બધાય લોકો પણ પ્રેમ રાખે છે, જે હાસાયને ઓળખે છે.