બીજાને સદાયની સજાની આગથી બસાવ જે લોકો પાપ કરે છે એના પ્રત્યે દયાળુ થાવ. પણ એના પાપોના ભાગીદાર થાવાથી બીવો, ન્યા હુધી કે એના લુગડાઓથી પણ ધિક્કાર કરો કેમ કે, ઈ તેઓના પાપોથી ખરાબ થય ગયા છે.
પછી મે સ્વર્ગથી કોક બીજો અવાજ હાંભળ્યો કે, “હે મારા લોકો, ઈ શહેરમાંથી બારે નીકળી જાવ, ઈ લોકોના પાપોની જેમ નો કરો, એથી જે દુખો એની ઉપર હુમલો કરશે ઈ તમારી ઉપર નો આવે.”