મે તમને બધુય કરીને તમને બતાવ્યું કે, આપડે કેવી રીતે મેનત કરતાં નબળાઓને મદદ કરવી જોયી, અને પરભુ ઈસુના વચનો નો સ્મરણ રાખવો જોયી, જે એણે પોતે કીધું છે કે, “લેવાથી દેવું ધન્ય છે.”
જો બીજાને હિંમત આપવાનું દાન હોય, તો એમ કરવુ જોયી, બીજાની હારે પોતાનો ભાગ વેસવાનો હોય, તો ઉદારતાથી દેય. જેની પાહે અધિકાર છે એને કાળજીથી કામ કરવું. જે બીજા ઉપર દયા કરે છે, એને હસતા મોઢે કરવી જોયી.
પણ હું તારી સહમતી વગર કાય પણ નો કરી હકયો. હું ઈચ્છું કે, તુ આ મદદ ઈ હાટુ કર કેમ કે, તુ એને કરવા ઈચ્છ છો, ઈ હાટુ નય કે, મે તારા ઉપર આવું કરવા હાટુ ફરજ પાડી.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક બીજાઓ ઉપર આરોપ નો લગાડવો જેથી તમારી ઉપર પણ આરોપ નો લગાડવામાં આવે. અને ન્યાય કરનારો બોવ પાહે છે જોવો આવવાને તૈયાર છે.