કેમ કે, મદદ કરવા હાટુ તમે ઉત્સુક છો ઈ હું જાણું છું, જેના લીધે મકદોનિયા પરદેશના વિશ્વાસી લોકોની હામે હું અભિમાન કરતો રવ છું કે, તમે અખાયા પરદેશના લોકો ગયા વરહથી જ મદદ કરવા હાટુ ઉત્સુક છો, એવું મેં બતાવ્યું હતું, અને તમારા ઉત્સાહથી બોવ બધાયને પ્રોત્સાહન મળ્યું છે.
હું પાઉલ પોતાના હાથથી લખું છું કે, હું એનો કરજો સુકવી દેય, અને તુ પેલેથી જ જાણ છો કે, જો હું તારી મદદનો કરત તો તુ તારી પોતાની જાતને આ નવા જીવમાં નો ગોતી હકત; ઈ હાટુ તુ પોતાના જીવન હાટુ મારો ઋણી છે.