3 પણ હવે હું તમારી પાહે તિતસ અને એની હારે બીજા બે ભાઈઓને મોકલું છું કે, તમારી વિષે આપડે જે અભિમાન કરયુ, ઈ ખાલી બોલવા દ્વારા જ નથી પણ જેવું મેં કીધું, એમ તમે મદદ કરવા હાટુ તૈયાર થાવ.
કેમ કે મેં તેઓની હામે તમારી વિષે અભિમાન કરયુ હતું, તો મને એની હાટુ શરમાવું નો પડયું અને સદાય આપડે તમે જે કીધું ઈ હાસુ જ હતું. ઈ જ રીતેથી તિતસની હામે આપડે અભિમાન કરયુ છે ઈ પણ હાસુ થયુ છે.