14 અને તેઓ આપડી હાટુ પરમેશ્વરથી પ્રાર્થના કરશે. અને તેઓ તમારીથી પ્રેમ કરે છે, કેમ કે તેઓ જાણે છે કે, પરમેશ્વરે તમારી ઉપર કેટલી કૃપા કરી છે.
હું તમને કવ છું, આ જગતમાં જે છેતરીને ભેગુ કરેલું ધન છે, એનાથી તારા મિત્રો બનાવી લે; કેમ કે, જઈ ઈ પુરું થય જાહે તઈ ઈ તમને છેલ્લા માંડવામાં આમંત્રણ આપશે.
કેમ કે, હું તમને મળવાની આશા રાખુ છું કે, હું તમને કાક આત્મિક કૃપા આપીને તમને વિશ્વાસમા મજબુત બનાવુ.
ઘણી પ્રાર્થનાઓથી અમને મદદ કરજો કે, અપાયેલા આશીર્વાદોના કારણે ઘણાય લોકો પરમેશ્વરનો આભાર માને ઈ હાટુ તમારે પણ અમને પ્રાર્થના દ્વારા મદદ કરવી જોયી.
ભાઈઓ, મકદોનિયા પરદેશની મંડળીઓના વિશ્વાસીઓ ઉપર થયેલી પરમેશ્વરની કૃપા વિષે તમે જાણો એવી અમારી ઈચ્છા છે.
કેમ કે, બીજાઓને મદદ કરવા હાટુ આપવાની સેવાથી બોવ બધા લોકો પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, કેમ કે, તમે મસીહના હારા હમાસાર હાસા છે એવી કબુલાત કરી છે, અને હવે એનું પાલન પણ કરો છો, અને ગરીબ વિશ્વાસીઓ અને બધાય વિશ્વાસીઓની મદદ પણ કરતાં હોય.
પરમેશ્વરની વરણવી નો હકાય એટલી ભેટ હાટુ ઈસુ મસીહમાં આભાર માની.
ઈ હાટુ પરમેશ્વર મારી સાક્ષી છે કે, હું મસીહ ઈસુની જેમ પ્રેમ કરીને તમને બધાયને મળવાની ઈચ્છા રાખું છું.
એનુ મન તમારા બધાયમાં હતું, અને ઈ ઉદાસ રેતો હતો કેમ કે, તમે એની બીમારી વિષેના હમાસાર હાંભળા હતા.
ઈ હાટુ, મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને બોવ પ્રેમ કરું છું, હું તમને મળવાની બોવ ઈચ્છા રાખુ છું; અને તમે જે મારો આનંદ અને મુગટરૂપ છો, વાલા મિત્રો પરભુમાં તમે વિશ્વાસમા મજબુત રેજો.
અમારા પરભુ ઈસુએ એક ધારી મારી ઉપર પોતાની ભરપૂર કૃપા દેખાડી. એણે મને વિશ્વાસ અને પ્રેમ આપ્યુ કેમ કે, હું મસીહની હારે ભળી ગયો.