Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 9:13 - કોલી નવો કરાર

13 કેમ કે, બીજાઓને મદદ કરવા હાટુ આપવાની સેવાથી બોવ બધા લોકો પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, કેમ કે, તમે મસીહના હારા હમાસાર હાસા છે એવી કબુલાત કરી છે, અને હવે એનું પાલન પણ કરો છો, અને ગરીબ વિશ્વાસીઓ અને બધાય વિશ્વાસીઓની મદદ પણ કરતાં હોય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 9:13
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે.


તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી.


ઈસુએ ઈ લોકોને કીધુ કે, જઈ તમે મારું કેવું માનતા નથી તો તમે મને હે પરભુ! હે પરભુ! હુકામ કયો છો?


મારા બાપની મહિમા આમાંથી પરગટ થાય છે કે, તમે બોવ ફળો આપે, તઈ તમે મારા ચેલાઓ કેવાહો.


આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”


તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા.


પણ બધાયે ઈ સંદેશાને માન્યો નય; કેમ કે, યશાયા આગમભાખીયો કેય છે કે, હે પરભુ અમારા સંદેશા ઉપર કોણે વિશ્વાસ કરયો છે?


જો બીજાને હિંમત આપવાનું દાન હોય, તો એમ કરવુ જોયી, બીજાની હારે પોતાનો ભાગ વેસવાનો હોય, તો ઉદારતાથી દેય. જેની પાહે અધિકાર છે એને કાળજીથી કામ કરવું. જે બીજા ઉપર દયા કરે છે, એને હસતા મોઢે કરવી જોયી.


કે, હું યહુદીયા પરદેશના અવિશ્વાસુઓથી બસાવી રાખવામાં આવ્યો, અને પ્રાર્થના કરજો કે, ન્યાના વિશ્વાસુ મારી આ ભેટને અપનાવે; જે હું મારી હારે યરુશાલેમ લેતો જાવ છું


પણ હવે પરગટ થયને સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓ દ્વારા બધાય બિનયહુદી લોકોને સંદેશા દ્વારા બતાવી દીધુ છે કે, તેઓ વિશ્વાસથી આજ્ઞા પાળનારા થય જાય.


એના દ્વારા આપડે ઈ દરેક વિરોધને, ઈ દરેક અભિમાન કરવાવાળાને, જે પરમેશ્વરનાં જ્ઞાનની વિરુધ માથું ઉસુ કરે છે એને પછાડી દેય છે, અને દરેક વિસારોને કાબુ કરીને મસીહને આધીન બનાવી દેય છે.


હવે જઈ હું મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ ત્રોઆસ શહેરમાં આવ્યો, અને ન્યા પરભુએ મને હારા હમાસારનો પરચાર કરવા હાટુ મોટો અવસર આપ્યો,


પોતાની આ ઉદારતા અને લોકોની સેવા કરવામાં તેઓની ભાગીદારી અપનાવવામાં તેઓએ અમને આગ્રહથી વિનવણી કરી;


અને તેઓ આપડી હાટુ પરમેશ્વરથી પ્રાર્થના કરશે. અને તેઓ તમારીથી પ્રેમ કરે છે, કેમ કે તેઓ જાણે છે કે, પરમેશ્વરે તમારી ઉપર કેટલી કૃપા કરી છે.


મારી લીધે તેઓએ પરમેશ્વરની મહિમા કરી છે.


એક હારા સિપાયની જેમ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા અને એની સેવા કરવા હાટુ કોશિશ કર. અને અનંતકાળનું જીવન મેળવ, જેની હાટુ તને બોલાવવામાં આવ્યો છે, અને બધાય લોકોની હામે તે પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાનું હોતન કબુલ કરયુ હતું.


બધાય લોકોને જીવન આપનાર પરમેશ્વરની હામે, અને ઈસુ મસીહની હામે, જેણે પોંતિયસ પિલાત રાજ્યપાલની હામે હાસુ કબુલ કરયુ હતું, હું તને આ આજ્ઞા આપું છું,


પોતાની આશાની કબુલાતને મજબુતીથી પકડી રાખી; કેમ કે, જે વાયદો પરમેશ્વરે કરયો છે ઈ વિશ્વાસ લાયક રીતે પુરૂ કરશે.


ભલાય કરવી, અને જરૂરીયાતવાળાને મદદ કરવાનું નો ભૂલો, કેમ કે આવા બલિદાનો દ્વારા પરમેશ્વર રાજી થાય છે.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.


કેમ કે, પરમેશ્વરનાં દીકરા ઈસુ મસીહ જે સ્વર્ગમાં ગયો છે, એવો મુખ્ય યાજક આપણને મળ્યો છે, ઈ હાટુ આપડે જે અપનાવ્યું છે એને મજબુતીથી પકડી રાખી.


અને પુરેપુરા થયને પોતાની આજ્ઞાનું પાલન કરનારા બધાય હાટુ અનંત તારણનું કારણ બન્યા.


તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ