12 કેમ કે, તમારી આ સેવા ખાલી પરમેશ્વરનાં લોકોની જરૂરિયાત જ પૂરી નથી થાતી, પણ એની હારો-હાર લોકો પરમેશ્વરનો બોવ જ આભાર માને છે.
ઘણી પ્રાર્થનાઓથી અમને મદદ કરજો કે, અપાયેલા આશીર્વાદોના કારણે ઘણાય લોકો પરમેશ્વરનો આભાર માને ઈ હાટુ તમારે પણ અમને પ્રાર્થના દ્વારા મદદ કરવી જોયી.
કેમ કે, જેમ મસીહના લીધે ઘણાય દુખ અમારી ઉપર આવે છે, એમ જ મસીહ દ્વારા અમને પણ બોવ જ આશ્વાસન મળે છે.
પોતાની આ ઉદારતા અને લોકોની સેવા કરવામાં તેઓની ભાગીદારી અપનાવવામાં તેઓએ અમને આગ્રહથી વિનવણી કરી;
હવે યહુદીયા પરદેશમાં રેનારા પરમેશ્વરનાં લોકોની મદદ હાટુ મારે તમને લખવાની કાય જરૂર નથી.
પણ મે એપાફ્રોદિતસને તમારી પાહે ફરીથી મોકલવાનું જરૂરી હમજુ, ઈ મારો ભાઈ અને કામમા ભાગીદાર અને સંદેશો પરચાર કરતાં વખતથી મારી હારે યોદ્ધાની જેમ ઉભો રેનારો, અને તમારો સંદેશાવાહક છે જેને તમે જરૂરી વાતોમાં મારી સેવા હારે હાલવા હાટુ મોકલ્યો હતો.
પણ જે કોય પાહે જગતની પુંજી હોય અને ઈ પોતાના વાલા વિશ્વાસી ભાઈને જરૂરિયાતમાં જોયને એને મદદ કરે નય, તો એનામા પરમેશ્વરનો પ્રેમ બનેલો રય હકતો નથી.