10 પરમેશ્વર જ છે, જે ખેડુતોને વાવવા હાટુ બી અને ખોરાક હાટુ રોટલી પુરી પાડે છે, તેઓ તમારુ વાવવાનું બી પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયપણાનો પાક પુષ્કળ થાહે.
હવે સેતીને રયો! તમે કોય પણ ન્યાયી કે હારા કામ કરો તો ઈ લોકોની હામે કરતાં નય, લોકો તમને હારા કામો કરતાં જોવે એમ નો કરો, જો તમે એમ કરશો તો સ્વર્ગમાંના તમારા બાપથી તમને કાય વળતર મળશે નય.
પરમેશ્વર, હવે ઉદારતાથી તમને પોતાનો આત્મા આપે છે અને તમારામાં સમત્કારના કામ કરે છે. “શું ઈ આ કારણ છે કે, તમે મુસાના શાસ્ત્રનું પાલન કરયુ?” કે પછી “આ ઈ કારણ છે કે, તમે મસીહના હારા હમાસાર હાંભળા અને એની ઉપર વિશ્વાસ કરયો?”
અમે પ્રાર્થના કરી છયી કે, પરભુ એવુ કરે કે, જેવો અમે તમને પ્રેમ કરી છયી, એમ જ તમે પણ એક-બીજાને પ્રેમ કરો, અને બધાય લોકોની હારે તમારો પ્રેમ હજીય વધે, અને વધતા જાવ.