હવે હું થોડાક વિશ્વાસીઓથી વાત કરી રયો છું જે લોકોએ એવા લોકોથી લગન કરયા છે જે વિશ્વાસી નથી, જે કોય સાથી વિશ્વાસીની બાયડી વિશ્વાસી હોય નય, ઈ બાય એની હારે જીવન જીવવા હાટુ રાજી છે. તો ધણીને પોતાની બાયડીને છુટાછેડા આપવા નય.
હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.
કેમ કે, મદદ કરવા હાટુ તમે ઉત્સુક છો ઈ હું જાણું છું, જેના લીધે મકદોનિયા પરદેશના વિશ્વાસી લોકોની હામે હું અભિમાન કરતો રવ છું કે, તમે અખાયા પરદેશના લોકો ગયા વરહથી જ મદદ કરવા હાટુ ઉત્સુક છો, એવું મેં બતાવ્યું હતું, અને તમારા ઉત્સાહથી બોવ બધાયને પ્રોત્સાહન મળ્યું છે.
કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.