Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 8:3 - કોલી નવો કરાર

3 તેઓને જેટલું થય હકે એટલું જ નય પણ તેઓએ બોવ હારુ દાન આપ્યુ, અને હું સામર્થ્યથી તેઓની વિષે સાક્ષી આપું છું

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 8:3
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ બાયે મારા મરયા પેલા મારા માથા ઉપર અંતર નાખ્યુ છે, જેથી મારા દેહને ડાટવા હાટુ તૈયાર કરવામા આવી હકે છે, ઈ મારી હાટુ આટલું જ કરી હકતી હતી.


તઈ અંત્યોખ શહેરનાં વિશ્વાસીઓ ચેલાઓએ નિર્ણય કરયો કે દરેક માણસ પોત પોતાની જીવાય પરમાણે યહુદીયા પરદેશમા રેનારા વિશ્વાસી લોકોને મદદ કરવા હાટુ કાક દાન મોકલે.


કેમ કે, હું એની વિષે સાક્ષી આપું છું કે, પરમેશ્વર હાટુ તેઓને આતુરતા છે, પણ ઈ જ્ઞાન પરમાણે નથી.


અઠવાડીયાનાં પેલા દિવસે તમારામાંથી દરેક પોતાની કમાણી પરમાણે થોડુક પોતાની પાહે અલગથી રાખી મુકે કે, મારે આવવાનું હોય તઈ ફાળો નો કરવો પડે.


જો હું રાજીથી ઈ પરગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો રાજીથી નો કરું, તો મને એની ફરજ હોપવામાં આવી છે.


ઈ વખતે તમે બોવ રાજી હતા! તમારી ઈ ખુશી હવે ક્યાં છે? હું ખરેખર આ કય હકુ છું કે, તમે મારી હાટુ બધુય બલિદાન કરી દેતા, ન્યા હુધી કે, પોતાની આખું હોતેન.


કેમ કે પરમેશ્વર જે તમારામા કામો કરે છે, તમને ઈ કામ કરવાની ઈચ્છા અને તાકાત આપે છે, જેઓ એને ગમાડે છે.


હું એનો સાક્ષી છું કે ઈ તમારી હાટુ અને લાઓદિકિયા અને હિયરાપોલીસ શહેરના લોકોને હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે.


અને અમે તમારીથી એટલો પ્રેમ કરી છયી કે, ખાલી પરમેશ્વરનાં હારા હમાસાર હંભળાવવા હાટુ નય પણ તમારી હાટુ પોતાનો જીવ પણ દેવા હાટુ તૈયાર હતા. ઈ હાટુ કે, અમે તમારી હારે બોવ પ્રેમ કરતાં હતા.


પણ હું તારી સહમતી વગર કાય પણ નો કરી હકયો. હું ઈચ્છું કે, તુ આ મદદ ઈ હાટુ કર કેમ કે, તુ એને કરવા ઈચ્છ છો, ઈ હાટુ નય કે, મે તારા ઉપર આવું કરવા હાટુ ફરજ પાડી.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


હું તમને વડીલોને વિનવણી કરું છું કે, ઈ લોકોની હંભાળ રાખો, જે તમારી મંડળીઓમાં છે. આવું ઈ રીતે કરો જેમ કે, તમે ભરવાડ છો જે પોતાના ઘેટાં-બકરાની દેખરેખ કરે છે. આ ઈ હાટુ નથી કે, તમારે ઈ કરવુ જોયી પણ તમે એને પોતાની ઈચ્છાથી કરો, જેવું પરમેશ્વર ઈચ્છે છે. એને કરવા હાટુ રૂપીયાની લાલસ નો કરો, એની બદલે એને ઉત્સાહથી કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ