Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 8:23 - કોલી નવો કરાર

23 જો કોય મને તિતસના વિષે પૂછે, તો ઈ તમારી મદદ કરવામાં મારા ભાગીદાર છે, અને જો સાથી વિશ્વાસી ભાઈઓની વિષે પૂછે, તો તેઓ મંડળીના લોકો દ્વારા મોકલેલા અને જે કાય તેઓ કરે છે તેઓની દ્વારા મસીહ હાટુ માન મેળવે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 8:23
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને એમ જ ઝબદીના દીકરા યાકુબ અને યોહાન જે સિમોનના ભાગીદાર હતાં, તેઓને હોતન નવાય લાગી, અને ઈસુએ સિમોને કીધુ કે, “બીવમાં, હું તમને આ શીખવાડય કે, લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા.”


ઈ હાટુ તેઓના પોતાના સાથીદારો કે, જેઓ બીજી હોડીમાં હતાં, તેઓને ઈશારો કરીને બોલાવ્યા; જેથી તેઓ આવીને મદદ કરે, અને તેઓએ આવીને હોડી આખી ભરી, જેથી હોડી ડૂબવા લાગી.


હું તમને હાસે હાસુ કવ છું કે, ચાકર પોતાના માલિક કરતાં મોટો નથી, અને સંદેશો લીયાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી.


હાં! માણસને પોતાનું માથું ઢાંકવાની કોય જરૂર નથી છે કેમ કે, માણસને પરમેશ્વરનાં રૂપમાં બનાવ્યો છે અને ઈ પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, પણ બાયડી તો ધણીની મહિમા પરગટ કરે છે.


મે તિતસને મનાવીને એની હારે એક વિશ્વાસી ભાઈને મોકલ્યો, તિતસે દગો કરીને તમારી પાહેથી કાય પણ લય લીધું નથી. અને આપડે બેય એક જ આત્મામાં એક જ પગલે હાલ્યા છયી.


પણ ઉદાસ લોકોને દિલાસો આપનારા પરમેશ્વરે તિતસના આવવાથી અમને હોતેન દિલાસો આપ્યો.


તમને મદદ કરવા હાટુ અમારા જેટલી પરવા તિતસમાં દેખાડી ઈ હાટુ આપડે પરમેશ્વરનો આભાર માની છયી.


આપડે એની હારે બીજા વિશ્વાસી ભાઈને પણ મોકલ્યો જેનું નામ હારા હમાસાર ફેલાવામાં બધી મંડળીના વિશ્વાસીઓમાં ફેલાયેલુ છે,


એટલું જ નથી, પણ ઈ મંડળીના લોકો દ્વારા ગમાડવામાં આવ્યા છે કે, આ દાનની સેવા હાટુ આપડી હારે મુસાફરી કરે અને જે દાન ભેગુ કરીને યરુશાલેમના વિશ્વાસીઓને દેવાની સેવા ઈ હાટુ કરે છે કે, પરભુની મહિમા અને આ પરગટ કરવા હાટુ કે, આપડે એની મદદ કરવા હાટુ રાજી છયી.


અને તેઓની હારે આપડે અને એક વિશ્વાસી ભાઈને પણ મોક્લીયા છે, જેને આપડે વારા-ઘડીયે પારખી છયી અને ઈ બોવ બધી વાતોમાં મદદ કરવામાં ઉત્સાહ દેખાડે છે, પણ હવે એને તમારી ઉપર બોવ જ ભરોસો છે, આ કારણે ઈ બોવ વધારે મદદ કરવા હાટુ ઉત્સાહી છે.


ઈ હાટુ આપડે તિતસને હંમજાવ્યો કે, જેવું એણે પેલા શરૂવાતમાં કરયુ હતું, ઈ જ પરમાણે ઈ તમારામાં આ ઉદારતાની કૃપા પુરી કરે.


પણ મે એપાફ્રોદિતસને તમારી પાહે ફરીથી મોકલવાનું જરૂરી હમજુ, ઈ મારો ભાઈ અને કામમા ભાગીદાર અને સંદેશો પરચાર કરતાં વખતથી મારી હારે યોદ્ધાની જેમ ઉભો રેનારો, અને તમારો સંદેશાવાહક છે જેને તમે જરૂરી વાતોમાં મારી સેવા હારે હાલવા હાટુ મોકલ્યો હતો.


વળી મારાં ખરા સાથીદાર, હું તને વિનવણી કરું છું કે, તુ ઈ બહેનોની મદદ કરજે કેમ કે, તેઓએ મારી હારે અને ક્લેમેન્ટની હારે અને મારા બીજા સહકારીઓ જેઓના નામ જીવનની સોપડીમા છે તેઓની હારે હારા હમાસારના પરચારના કામમા ખુબ જ વધારે મેનત કરી છે.


ઈજ શિક્ષણ તમે આપડા વાલા સાથી સેવક એપાફ્રાસથી શીખ્યું છે, જે આપડી હાટુ મસીહનો હાસો સેવક છે.


અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.


કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.


હું પાઉલ આ પત્ર તિતસને લખી રયો છું, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મારા દીકરા જેવો છે, પરમેશ્વર બાપ, અને આપડા તારનાર ઈસુ મસીહની તરફથી કૃપા અને શાંતિ તને મળતી રેય.


જો તુ મને પોતાનો ભાગીદાર હમજે છે, તો જઈ ઓનેસિમસ તારી પાહે આયશે તો એની હારે ઈ જ વ્યવહાર કરજે, જે તુ મારી હારે કરશો.


અને માર્ક આરિસ્તાર્ખસ અને દેમાસ અને લૂક જે મારી હારે પરભુનું કામ કરે છે તેઓ તને સલામ કરે છે.


ઈ હાટુ આપડે એવા લોકોને મદદ કરવી જોયી, જેથી જઈ ઈ હાસાયને ફેલાવવા હાટુ કરે છે એમા અમે હોતન એની હારે ભાગીદાર બની હકી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ