20 આપડે આ વાતોમાં સાવધાન રેયી છયી કે, વિશ્વાસીઓને જે દાન ઉદારતાથી આપે છે. એને યરુશાલેમ શહેરમાં પુગાડવા હાટુ તિતસની હારે બીજા સાથી વિશ્વાસીને મોક્લીયા, જેથી કોય પણ આપડી ઉપર આરોપ નો લગાડે.
પછી, જઈ હું ન્યા પુગું તો હું ઈ લોકોને મોક્લય, જેને તમે વિશ્વાસી માણસોની જેમ ગમાડયા હતા કે, તેઓ દાન યરુશાલેમ શહેરમાં લયને જાય. હું એની હારે એક પત્ર પણ મોકલી દેય કે ન્યાના વિશ્વાસીઓથી એની ઓળખાણ કરાવી હકુ.
એટલું જ નથી, પણ ઈ મંડળીના લોકો દ્વારા ગમાડવામાં આવ્યા છે કે, આ દાનની સેવા હાટુ આપડી હારે મુસાફરી કરે અને જે દાન ભેગુ કરીને યરુશાલેમના વિશ્વાસીઓને દેવાની સેવા ઈ હાટુ કરે છે કે, પરભુની મહિમા અને આ પરગટ કરવા હાટુ કે, આપડે એની મદદ કરવા હાટુ રાજી છયી.