Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 8:19 - કોલી નવો કરાર

19 એટલું જ નથી, પણ ઈ મંડળીના લોકો દ્વારા ગમાડવામાં આવ્યા છે કે, આ દાનની સેવા હાટુ આપડી હારે મુસાફરી કરે અને જે દાન ભેગુ કરીને યરુશાલેમના વિશ્વાસીઓને દેવાની સેવા ઈ હાટુ કરે છે કે, પરભુની મહિમા અને આ પરગટ કરવા હાટુ કે, આપડે એની મદદ કરવા હાટુ રાજી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 8:19
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓએ દરેક મંડળીમાં એની હાટુ વડવા ઠરાવે અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓ પરભુ ઈસુના હાથમાં હોપયા, જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો હતો.


તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.


ઈ હાટુ અમે એક-બીજા મળીને ઈ પાકું કરયુ છે કે, અમારામાંથી કેટલાક માણસોને ગમાડીને અને આપડા વાલા બાર્નાબાસ અને પાઉલની હારે તમારી પાહે મોકલે.


ઈ હાટુ એની સેવા મદદ કરવાવાળામાંથી તિમોથી અને એરાસ્તસને મકદોનિયા પરદેશમા પોતાની આગળ મોકલી દીધો, અને પોતે થોડાક દિવસ આસિયા પરદેશના ઈફીસુસ શહેરમાં રય ગયો.


અને શહેરના બીજા ઘણાય લોકો અવાજને હાંભળીને તેઓ પણ ઈ લોકોની હારે ટોળામાં મળી ગયા, અને શહેરમાં મોટો ગડબડાટ મચી ગયો, તઈ લોકોએ મકદોનિયા પરદેશમા રેનારા ગાયસ અને આરિસ્તાર્ખસ જે પાઉલની હારે યાત્રી હતાં, એને પકડી લીધા, અને ઢહડીને અખાડાની બાજુ ભાગી ગયા.


અને ખાલી ઈ જ નય, પણ હવે તો આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરથી આપડો મેળ થય ગયો છે, એટલે આપડે પરમેશ્વરમાં રાજી છયી.


ખાલી આજ નય, પણ જઈ આપડે મુશ્કેલીઓમાં હોયી તઈ પણ આનંદ કરી હકી છયી કેમ કે, આપડે જાણી છયી કે, કેમ કે, આપડે દુખ ઉપાડી છયી. તો હારી રીતે ધીરજ રાખવાનું શીખી છયી.


કેમ કે, બધાય દુખ જે આપણે સહન કરયા ઈ તમારા લાભ હાટુ છે, જેથી વધારેને વધારે લોકોને ખબર પડી જાહે કે, પરમેશ્વર કેટલો કૃપાળુ છે, અને બોવ બધા લોકો એને માન અને મહિમા આપશે.


ઈ હાટુ કરતાં રયો, અને કામો પુરા કરો, જેવા ઉત્સાહથી તમે યોજના બનાવી હતી, ઈ જ ઉત્સાહથી તમારી પાહે જે છે એની દ્વારા ઈ યોજના પુરી કરો.


કેમ કે, જો આ કામ કરવાની ઈચ્છા હોય તો કોય માણસ પાહે જે નથી ઈ પરમાણે નય, પણ જે છે ઈ પરમાણે ઈ ઈચ્છા માન્ય છે.


આપડે આ વાતોમાં સાવધાન રેયી છયી કે, વિશ્વાસીઓને જે દાન ઉદારતાથી આપે છે. એને યરુશાલેમ શહેરમાં પુગાડવા હાટુ તિતસની હારે બીજા સાથી વિશ્વાસીને મોક્લીયા, જેથી કોય પણ આપડી ઉપર આરોપ નો લગાડે.


કેમ કે, મદદ કરવા હાટુ તમે ઉત્સુક છો ઈ હું જાણું છું, જેના લીધે મકદોનિયા પરદેશના વિશ્વાસી લોકોની હામે હું અભિમાન કરતો રવ છું કે, તમે અખાયા પરદેશના લોકો ગયા વરહથી જ મદદ કરવા હાટુ ઉત્સુક છો, એવું મેં બતાવ્યું હતું, અને તમારા ઉત્સાહથી બોવ બધાયને પ્રોત્સાહન મળ્યું છે.


પરમેશ્વર તમને તમારી જરૂરીયાતથી પણ વધારે દેવામાં સમર્થ છે, જેનાથી દરેક વાતોમાં અને દરેક વખતે, બધુય, જે તમને જરૂરી હોય, તમારી પાહે રેય. જેથી દરેક ભલા કામો હાટુ તમારી પાહે બોવ જ કાક હોય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ