17 એને ખાલી આપડી વિનવણી સ્વીકારી નથી, પણ મદદ કરવા હાટુ એટલી ઈચ્છા હતી કે, ઈ પોતે સ્વેચ્છાથી તમારી પાહે આવ્યો છે.
મે તિતસને મનાવીને એની હારે એક વિશ્વાસી ભાઈને મોકલ્યો, તિતસે દગો કરીને તમારી પાહેથી કાય પણ લય લીધું નથી. અને આપડે બેય એક જ આત્મામાં એક જ પગલે હાલ્યા છયી.
આ બાબતમાં હું સલાહ આપુ છું; જે તમને ફાયદો થાહે, કેમ કે, એક વરહ અગાવ તમે ખાલી જે કામ કરવાની શરૂઆત કરી હતી એટલી જ નય પણ ઈ કરવાની તમારી ધગજ હોતેન હતી.
ઈ હાટુ આપડે તિતસને હંમજાવ્યો કે, જેવું એણે પેલા શરૂવાતમાં કરયુ હતું, ઈ જ પરમાણે ઈ તમારામાં આ ઉદારતાની કૃપા પુરી કરે.
હું તમને કોય આજ્ઞા નથી આપતો, પણ બીજા લોકોની તાલાવેલીનો દાખલો આપીને હું તમારા પ્રેમની હાસાય પારખવા માગું છું
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું તમને વિનવણી કરું છું કે, આ ધીરજ અને ધ્યાનથી સંદેશો હાંભળો જે મેં તમને પ્રોત્સાહન કરવા હાટુ ટુકમાં લખ્યો છે.