જે લોકો થોડા રૂપીયામાં વિશ્વાસુ માલુમ પડશે, એની ઉપર હજી વધારે રૂપીયામાં વિશ્વાસ કરી હકાય છે. પણ જે લોકો નકામી બાબતોમાં પણ ઈમાનદાર નથી ઈ ખાસ બાબતોમાં પણ ઈમાનદાર નથી.
એટલું જ નથી, પણ ઈ મંડળીના લોકો દ્વારા ગમાડવામાં આવ્યા છે કે, આ દાનની સેવા હાટુ આપડી હારે મુસાફરી કરે અને જે દાન ભેગુ કરીને યરુશાલેમના વિશ્વાસીઓને દેવાની સેવા ઈ હાટુ કરે છે કે, પરભુની મહિમા અને આ પરગટ કરવા હાટુ કે, આપડે એની મદદ કરવા હાટુ રાજી છયી.
વિશ્વાસીઓને ઈ બધાય વરદાનોનો ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે દરેકને બીજાઓની સેવા કરવા હાટુ દીધા છે, એને જુદા-જુદા વરદાનોનો હારી રીતે ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે કૃપાથી તેઓને દીધા છે.