Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 7:7 - કોલી નવો કરાર

7 ખાલી એના આવવાથી જ નય પણ તિતસને તમારી તરફથી જે દિલાસો મળ્યો હતો એનાથી પણ, એણે તમારી ઈચ્છા, તમારા દુખ, અને મારી હાટુ તમારી દેખભાળની વિષે હમાસાર આપણને હંભળાવ્યા, જેનાથી હું બોવ રાજી થયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 7:7
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પિતરને ઈસુએ કીધેલી ઈ વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બોલ્યા અગાવ તું મારો ત્રણ વાર નકાર કરય.” પછી ઈ બારે જયને દુખી થયને ખુબ રોયો.


જેઓ હોગ કરે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે, પરમેશ્વર તેઓનો વાયદો પુરો કરશે.


અને ઈસુ ખુબ પીડાતો હતો, ઈ હાટુ એણે બોવ આગ્રહથી પ્રાર્થના કરી. એનો પરસેવો લોહીના મોટા ટીપાની જેમ જમીન ઉપર પડતા હતા.


અને જઈ ઈ ન્યા પૂગ્યો, તો પરમેશ્વરની કૃપાને જોયને રાજી થયો, અને બધાય વિશ્વાસી લોકોને સંદેશો દીધો કે તન મન લગાડીને પરભુને વળગી રયો.


મારો કેવાનો અરથ આ છે કે, હું તમને મજબુત બનવામાં મદદ કરય અને તમે મને મજબુત બનાવવામાં મદદ કરશો. તમે મજબુત થય જાહો કેમ કે, તમે જાણો છો કે, હું કેવો વિશ્વાસ કરું છું, અને હું મજબુત થય જાય કેમ કે, હું જાણું છું કે, તમે કેવો વિશ્વાસ કરોશો. એટલે તમારી વસે રયને તમારી હારે ઈ વિશ્વાસથી જે મારામાં અને તમારામા છે, એનાથી મને પ્રોત્સાહન મળે.


તમને આ વાતોથી શરમ અને દુખ થાવુ જોયી અને જે માણસે કરેલ છે એને મંડળીમાંથી કાઢી મુકવો જોયી, પણ એના બદલે તમે ગર્વ અનુભવો છો.


હાલમાં જે તમે થોડુ ઘણુ હમજો છો ઈ તમે પુરી રીતે હમજશો; જેથી પરભુ ઈસુના પાછા આવવાના દિવસે અમે જેમ તમારી હાટુ અભિમાન કરી હકશું, એમ તમે પણ અમારી હાટુ અભિમાન કરી હકશો.


તેઓ આપડી બધીય મુશ્કેલીઓમાં આપણને આશ્વાસન આપે છે, કે, જેથી આપડે પોતે પરમેશ્વરથી જે આશ્વાસન મેળવી છયી, એના લીધે જેઓ કોય પણ મુશ્કેલીમાં હોય તેઓને આપડે આશ્વાસન આપવા હાટુ શક્તિમાન થાયી.


કેમ કે, મેં ઈ હાટુ પણ પત્ર લખ્યો હતો કે, તમને પારખી જાવ કે તમે મારી બધીય વાતોનું પાલન કરવા હાટુ તૈયાર છો કે નય.


કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે એને મેળવવાની વધુ આશા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિહાહો નાખી છયી.


પણ ઉદાસ લોકોને દિલાસો આપનારા પરમેશ્વરે તિતસના આવવાથી અમને હોતેન દિલાસો આપ્યો.


કેમ કે, જો મેં મારા પત્રથી તમને દુખી કરયા અને એનું મને દુખ થાતું હતું, પણ હવે મને એનો પસ્તાવો થાતો નથી કેમ કે, હું જોવ છું કે ઈ પત્રએ તમને થોડાક જ વખત હાટુ દુખી કરયા હતા.


તમને મદદ કરવા હાટુ અમારા જેટલી પરવા તિતસમાં દેખાડી ઈ હાટુ આપડે પરમેશ્વરનો આભાર માની છયી.


મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય.


કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.


પણ હમણાં જ તિમોથી તમારી પાહેથી અમારી પાહે પાછો આવીને તમારો વિશ્વાસ અને પ્રેમની સંદેશો હંભળાવી. અને આ વાત પણ કીધી કે, તમે સદાય પ્રેમથી અમને યાદ કરો છો, અને અમને જોવાની ઈચ્છા રાખો છો, જેમ અમે પણ તમને જોવાની આશા રાખી છયી.


કેમ કે, હવે તમે પરભુ ઉપર પાકો વિશ્વાસ કરી રયા છો, તો ઈ આપડા જીવનને જીવવા હાટુ લાયક બનાવે છે.


જેથી જે વાતો આપણને હાંભળવામાં આવી એનાથી આપડે કોયદી છેટા જાયી નય, ઈ હાટુ એની ઉપર આપડે વધારે કાળજીથી ધ્યાન આપવું જોયી.


એલિયા આગમભાખીયો પણ આપડી જેમ સુખ દુખ ભોગવનારો માણસ હતો, અને એણે પોતાના પુરા મનથી પ્રાર્થના કરી કે, વરસાદ નો વરહે, અને હાડા ત્રણ વરહ હુંધી ધરતી ઉપર વરસાદ નો પડયો.


હું બોવ રાજી થયો, જઈ મે હાંભળૂ કે, તારા થોડાક સંતાનો ઈ હાસાયનું પાલન કરીને જીવી રયા છે, જેણે આપડા પોતાના પરમેશ્વર બાપે આપણને કરવાનો હુકમ આપ્યો છે.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ