3 હું તમને ગુનેગાર ઠરાવવા હાટુ આ વાતો નથી કેતો, કેમ કે, મેં તમને પેલાથી જ કીધું હતું કે, અમે તમને બોવ જ પ્રેમ કરી છયી, અમે તમારીથી જુદા નથી થય હકતા જેમ કે, આપડે જીવતા રેયી કે મરી જાયી.
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.
તમે પોતે જ અમારા પત્રની જેમ છો; જે બધાયની હારે પરમેશ્વર હાટુ અમારા કામોની ભલામણ કરો છો, જે આપડા હ્રદય ઉપર લખેલુ છે અને એને બધાય લોકો જાણે કે, તમે અમારી ઉપર કેટલો વિશ્વાસ કરો છો.
પછી જે પત્ર મેં તમને લખ્યો હતો, ઈ નો તો તેઓની કારણે લખ્યો, જેણે અન્યાય કરયો, અને નો તેઓની કારણે જેની ઉપર અન્યાય કરવામાં આવ્યો, પણ ઈ હાટુ કે, તમારો અમારી પ્રત્યે લગાવ, ઈ પરમેશ્વરની હામે તમારી ઉપર પરગટ થય જાય.
અને અમે તમારીથી એટલો પ્રેમ કરી છયી કે, ખાલી પરમેશ્વરનાં હારા હમાસાર હંભળાવવા હાટુ નય પણ તમારી હાટુ પોતાનો જીવ પણ દેવા હાટુ તૈયાર હતા. ઈ હાટુ કે, અમે તમારી હારે બોવ પ્રેમ કરતાં હતા.