Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 7:2 - કોલી નવો કરાર

2 તમે અમારીથી પુરા હ્રદયથી પ્રેમ રાખો, આપડે કોયનો અન્યાય નથી કરયો, અને કોયનું કાય બગાડુ નથી, અને નથી કોયને છેતરા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 7:2
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”


“જે તમારો સ્વીકાર કરે છે, ઈ મારો પણ સ્વીકાર કરે છે, અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.


જે કોય શહેરમાં તમે જાવ ન્યા લોકો તમારો આવકાર કરે, તો તેઓ તમારી આગળ જે કાય મુકે ઈ ખાવ.


મે કોયનાં હોના, સાંદી કે લુંગડાની લાલચ નથી કરી.


કેમ કે, એવા લોકો આપડા પરભુ મસીહની નય, પણ પોતાની દેહિક ઈચ્છાઓ પુરી કરવાનું કામ કરે છે અને તેઓ મીઠી-મીઠી વાતુ કરે છે અને ઈ લોકોની ખટપટ કરે છે, એવી જ રીતે ઈ ભોળા લોકોને દગો આપે છે.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


હું ફરીથી કવ છું કે, કોય મને મુરખ નો હમજે, જો તમે મને એમ હમજો છો તો મને મુર્ખની જેમ માની લ્યો, જેથી હું પણ થોડુક અભિમાન કરી હકુ.


અને જઈ હું તમારી હારે હતો, અને મને રૂપીયાની કમી થય, તો મેં કોય ઉપર ભાર નથી નાખ્યો, કેમ કે મકદોનિયાથી જે ભાઈઓ આવ્યા સાથી વિશ્વાસીઓને મારી બધી જરૂરીયાતોને પુરી કરી, અને મેં દરેક વાતોમાં આ કોશિશ કરી કે, હું તમારી ઉપર બોજ નો બનું, અને આવનાર દિવસોમાં પણ હું એવી જ કોશિશ કરું છું.


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


ઈ હાટુ તમે પરભુમાં એને બોવ ખુશીથી આવકાર કરો, અને તમને એપાફ્રોદિતસ અને એના જેવા બધાય લોકોનો આવકાર કરવો જોયી.


આરિસ્તાર્ખસ જે મારી હારે કેદમાં છે, અને બાર્નાબાસનો ભાણયો માર્ક તમને બધાયને સલામ કેય છે. માર્કની વિષે તમને પેલાથી જ એક પત્ર મળ્યોતો જો ઈ તમારી પાહે આવે તો એની હારે હારી રીતે વરતન કરજો.


તમે બધાય વિશ્વાસ કરનારાઓની હારે આપડો વ્યવહાર કેવો પવિત્ર અને ન્યાયી અને ભૂલ કરયા વગરનો હતો, એના તમે પોતે અમારા સાક્ષી છો, અને પરમેશ્વર પણ સાક્ષી છે.


ખરેખર તો હું ઓનેસિમસને મસીહમાં બોવ જ પ્રેમ કરું છું, તો પણ હું એને પાછો મોકલી રયો છું


જો તુ મને પોતાનો ભાગીદાર હમજે છે, તો જઈ ઓનેસિમસ તારી પાહે આયશે તો એની હારે ઈ જ વ્યવહાર કરજે, જે તુ મારી હારે કરશો.


જો કોય તમારી પાહે આવે, અને જો ઈ કાક એવુ શિક્ષણ આપતો હોય જે મસીહના શિક્ષણથી અલગ છે, તો એને નો તો ઘરમાં આવવા દયો, અને નો એને સલામ કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ