જઈ બાયને જણવાનો વખત આવે છે, તો એને બોવ પીડા થાય છે, કેમ કે એના દુખાવાનો વખત આવી ગયો છે, પણ ઈ બાળકને જનમ દીધા પછી પોતાના દુખાવાને ભુલી જાય છે કેમ કે, ઈ રાજી થાય છે કે, જગતમાં એક બાળકનો જનમ થયો છે.
એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.