Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 7:11 - કોલી નવો કરાર

11 કેમ કે, તમારે પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થયા, એની દ્વારા તમારામાં કેટલો બદલાવ આવ્યો એનો વિસાર કરો, એનાથી તમે અને બદલો લેવાનો વિસાર ઉત્પન થયો? તમે બધાય પરકારથી આ સિદ્ધ કરીને દેખાડયું કે, તમે આ વાતોમાં નિર્દોષ છો,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 7:11
54 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈસુએ તેઓના મનની કઠણતાથી નિરાશ થયને, તેઓને ગુસ્સાથી સ્યારેય બાજુ જોયું, અને ઈ માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે હાથ લાંબો કરયો, અને એનો હાથ હાજો થય ગયો.


તઈ એના ચેલાઓને યાદ આવ્યું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, તારા મંદિરની આસ્થા મારી અંદર આગની જેમ હળગે છે.


જઈ પાઉલે આથેન્સ શહેરમાં એની વાટ જોતો હતો, તો શહેરને મૂર્તિઓથી ભરેલો જોયને, એનો મનમા બોવ દુખી થયો.


આ હાસુ છે. અવિશ્વાસને લીધે એને તોડી નાખવામાં આવી, અને વિશ્વાસને લીધે તુ ઈ જગ્યાએ ટકી રયો છો; છતાં અભિમાન કરવુ નય, પણ બીક રાખ,


જે કોય આ રીતેથી મસીહની સેવા કરે છે, ઈ પરમેશ્વરને અપનાવવા લાયક છે અને લોકોની નજરમાં હારું છે.


પણ જો આપડા ખરાબ કામો પરમેશ્વરની ધાર્મિકતા ઠરાવી દેય છે, તો આપડે શું કેયી? શું આ કે, પરમેશ્વરને રિહ સડવી અને આપણને સજા દેવી ખોટુ છે?


પરમેશ્વરે એવું ઈ હાટુ કરયુ જેથી દેહના થોડાક અંગોમાં એકબીજાની હારે બાધણુ નો હોય, પણ તેઓ એકબીજાની હાટુ એક જ હરખી દેખભાળ રાખવી જોયી.


જે લોકો વિશ્વાસી નથી એની નિંદા કરવી આપડી જવાબદારી નથી, પરમેશ્વર અવિશ્વાસી લોકોનો ન્યાય કરશે પણ જેવું શાસ્ત્ર કેય છે અનૈતિક માણસને પોતાના સમુહની હારે જોડાવાની રજાનો આપે.


તમને આ વાતોથી શરમ અને દુખ થાવુ જોયી અને જે માણસે કરેલ છે એને મંડળીમાંથી કાઢી મુકવો જોયી, પણ એના બદલે તમે ગર્વ અનુભવો છો.


હવે અમે પરમેશ્વરને પ્રાર્થના કરી રયા છયી કે, તમે કાય ખોટુ કામ નો કરો, અમે સફળ દેખાય ઈ હાટુ નય પણ ઈ હાટુ કે, જો અમે અસફળ જેવા હોયી, તોય તમે હાસુ જ કરો.


આવા માણસને જુથોથી આ જે સજા આપી છે ઈ પુરતું છે,


એના કરતાં આપણે જે કાય કરી છયી એમા પરમેશ્વરનાં હાસા સેવકો છે જે આવું દેખાડે છે કે, ધીરજમાં, મુશ્કેલીમાં, તંગીમાં, પીડામાં,


વાલાઓ, જઈ આપણને આ વાયદો દેવામાં આવ્યો છે, તો આવો, આપણે પોતાની જાતને દેહ અને આત્માના બધાય ખરાબ કામો કરવાનું બંધ કરી, અને પરમેશ્વરનો ભય રાખતી વખતે પુરી રીતેથી પવિત્ર જીવન જીવવા હાટુ કોશિશ કરાયી.


ખાલી એના આવવાથી જ નય પણ તિતસને તમારી તરફથી જે દિલાસો મળ્યો હતો એનાથી પણ, એણે તમારી ઈચ્છા, તમારા દુખ, અને મારી હાટુ તમારી દેખભાળની વિષે હમાસાર આપણને હંભળાવ્યા, જેનાથી હું બોવ રાજી થયો.


હવે હું રાજી છું; તમે દુખી થયા ઈ હાટુ નય પણ દુખી થાવાથી તમે પસ્તાવો કરયો ઈ હાટુ, કેમ કે, તમને પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી કરયા હતાં, કે અમારાથી તમને કાય નુકશાન થાય નય.


કેમ કે, મદદ કરવા હાટુ તમે ઉત્સુક છો ઈ હું જાણું છું, જેના લીધે મકદોનિયા પરદેશના વિશ્વાસી લોકોની હામે હું અભિમાન કરતો રવ છું કે, તમે અખાયા પરદેશના લોકો ગયા વરહથી જ મદદ કરવા હાટુ ઉત્સુક છો, એવું મેં બતાવ્યું હતું, અને તમારા ઉત્સાહથી બોવ બધાયને પ્રોત્સાહન મળ્યું છે.


જો તમે ગુસ્સે થય જાવ, તો ધ્યાન રાખો કે, તમે પાપનો કરો અને નક્કી કરો કે, હાંજ થાતા પેલા તમે ગુસ્સે થાવાનું બંધ કરો.


અને અંધારાના નકામાં કામોનાં સાથી નો બનો પણ તેઓને વખોડો.


એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.


અને આ વાત ઉપર પાપ કરીને કોય પણ કોય વિશ્વાસી ભાઈથી દગો કા અન્યાય નો કરે કેમ કે, પરભુ આ બધાય કામો કરનારાને સજા આપશે; જેમ કે, અમે પેલાથી જ તમને કીધું અને સેતવણી પણ આપી હતી.


જે લોકો પાપ કરે એને બધાય વિશ્વાસી લોકોની હામે ખીજા, જેથી બાકીના બીજા વિશ્વાસી હોતન પાપ કરવાથી બીવે.


કઠણ મેનત કરો જેથી પરમેશ્વર તમને ગમાડી હકે. એક એવા સહાયકારી બનો જેને શરમાવાની જરૂર નથી, અને જે પરમેશ્વરની હાસાયના સંદેશાને હારી રીતે શીખવે છે.


આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.


પરમેશ્વરે આપણને આરામની જગ્યામાં આવવાનો વાયદો કરયો અને ઈ અત્યારે પણ છે, ઈ હાટુ આપડે સાવધાન રેવું જોયી, એવું નો થાય કે, તમારામાંથી કોય પણ ઈ આરામની જગ્યા ઉપર જાવામાં નિષ્ફળ નીવડે.


પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.


જઈ તમે પ્રાર્થના કરો છો તો તમે પરમેશ્વરને હે બાપ કયને પ્રાર્થના કરો છો, પણ યાદ રાખો કે પરમેશ્વર પક્ષપાત નથી કરતો, અને દરેકનો કામ પરમાણે ન્યાય કરે છે. ઈ હાટુ જ્યાં હુધી તમે આ જગતમાં પરદેશી થયને રયો છો, ન્યા હુધી પરમેશ્વરની બીક રાખીને જીવન જીવો.


જેમ નવું જનમેલુ બાળક પોતાની હાટુ માનું શુદ્ધ દૂધ પીવે છે, એમ જ તમારે પરમેશ્વરથી હાસી વાતુ શીખવા હાટુ ઈચ્છા રાખવી જોયી, જેથી એને શીખીને તમે એની ઉપર ભરોસો કરનારા હમજણા બની હકો છો, તમારે આવું ઈ વખત હુધી કરવુ જોહે જ્યાં હુધી પરમેશ્વર તમને જગતની બધીય ભુંડાયથી પુરી રીતે બસાવ કરતાં નથી.


બીજાને સદાયની સજાની આગથી બસાવ જે લોકો પાપ કરે છે એના પ્રત્યે દયાળુ થાવ. પણ એના પાપોના ભાગીદાર થાવાથી બીવો, ન્યા હુધી કે એના લુગડાઓથી પણ ધિક્કાર કરો કેમ કે, ઈ તેઓના પાપોથી ખરાબ થય ગયા છે.


કેમ કે, હું ખીજાવ છું અને ઈ બધાયને બરાબર કરું છું, જેને હું પ્રેમ કરું છું, પોતાના ખરા હૃદય હારે પસ્તાવો કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ