10 કેમ કે, જો કોય માણસ પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થાય છે, તો ઈ પસ્તાવો કરે છે અને તારણ પામે છે, આ દુખની વાતો નથી, પણ જગતના લોકોનું દુખ અનંત મોતની બાજુ લય જાય છે.
પણ વેરો ઉઘરાવનાર છેટો ઉભો રયો, પણ જઈ એણે પ્રાર્થના કરી તો એણે સ્વર્ગ બાજુ જોયું પણ નય, અને દુખી થયને છાતી કુટતા કીધુ કે, “ઓ પરમેશ્વર, હું એક પાપી છું, મારી ઉપર દયા કરીને મને માફ કરો.”
આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”
ક્યાક એવું નો થાય કે, જઈ હું પાછો આવય, તો મારો પરમેશ્વર મારુ અપમાન કરે અને મારે બોવ બધા હાટુ પછી હોગ પાળવો પડે, જેઓએ પેલા પાપ કરયુ હતું, અને તે ખરાબ કામો, અને છીનાળવા, વાસનાભરાથી, જે તેઓએ કરયુ, એની હાટુ પસ્તાવો નથી કરયો.
તમને ખબર છે કે, પછી જઈ એસાવ પોતાના બાપના આશીર્વાદ મેળવવા ઈચ્છતો, તઈ એને નો આપવામાં આવ્યા, અને રોય-રોયને એણે આશીર્વાદ માગવાની કોશિશ કરી તો પણ એણે જે કરયુ હતું એણે મન બદલવાનો કોય અવસર નો મળ્યો.