આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયાઓએ શાસ્ત્રમાં લખ્યું છે કે, “કોય પણ ઈ નથી જાણી હકતા કે, પરભુના મનમાં શું છે. કોય પરમેશ્વરને શિક્ષણ આપી હકતું નથી.” પણ આપડે વિશ્વાસી હમજી છયી કે, મસીહના મનમાં શું છે.
મારૂ શિક્ષણ અને મારો પરચાર માણસના જ્ઞાનની મીઠી મીઠી વાતોથી નોતું. પણ પવિત્ર આત્માએ તમને એક સામર્થ્યના પરમાણે દેખાડો કરયો કે, જે સંદેશો મે તમને બતાવ્યો ઈ હાસુ હતું.
કેમ કે, જો કોય આવીને જે ઈસુનો અમે પરચાર કરયો, એનાથી જુદા જ ઈસુનો પરચાર કરે કે, પછી તમે જે આત્મા મેળવ્યો, એનાથી જુદો જ આત્મા મેળવો, કે, પછી જે હારા હમાસારને તમે પેલા સ્વીકારો, એનાથી જુદા જ હારા હમાસાર સ્વીકારો; તો તમે એને ખુબ જ હારી રીતે સહન કરો છો.
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.
જેને તમે માફ કરો છો એને હું માફ કરું છું, કેમ કે જેને પણ માફ કરવાની જરૂર છે મેં પાકી રીતેથી એને પેલાથી જ માફ કરી દીધા છે, અને મેં એને તમારી ભલાય હાટુ મસીહની હામે માફ કરી દીધા છે.
કેમ કે, ઘણાય દુખોથી અને હૃદયની વેદનાથી; મેં ઘણાય આંહુડા પાડીને આ પત્ર લખ્યો, ઈ હાટુ નય કે, તમે દુખી થાવ, પણ ઈ હાટુ કે, તમારી ઉપર મારો જે મહાન પ્રેમ છે ઈ તમે જાણો.
આ પરગટ છે કે, તમે મસીહ તરફથી એક પત્રની જેમ છો, એણે આ પત્ર આપડા કામોની દ્વારા લખ્યું, અને આ શાહીથી કે પાણાની પાટી ઉપર નય, પણ જીવતા પરમેશ્વરનાં આત્મા દ્વારા તમારા પોતાના હ્રદય ઉપર લખવામાં આવ્યું છે.
ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.
પરમેશ્વર, હવે ઉદારતાથી તમને પોતાનો આત્મા આપે છે અને તમારામાં સમત્કારના કામ કરે છે. “શું ઈ આ કારણ છે કે, તમે મુસાના શાસ્ત્રનું પાલન કરયુ?” કે પછી “આ ઈ કારણ છે કે, તમે મસીહના હારા હમાસાર હાંભળા અને એની ઉપર વિશ્વાસ કરયો?”
પરમેશ્વરે પોતાના ઈ કિંમત અને મહિમાનું ગુપ્ત જે એની પાહે બધાય લોકો હાટુ છે, પોતાના લોકો ઉપર પરગટ કરવાનો ફેસલો લીધો. ઈ ભેદ પોતે મસીહ છે, જે તમારામા છે, આ તમને મહિમામાં ભાગીદારી થવાની આશા આપે છે.
તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.
તારે બધીય વાતુમાં નમુનારૂપે હારા કામો કરવા જોયી, જેનો બીજા કાયમ પાલન કરી હકે. જઈ તુ વિશ્વસીઓને પરમેશ્વર વિષે શિખવશો, તઈ તારે હારા હિતથી શિખવવું જોયી અને આ રીતે જે માન લાયક હોય કે, લોકો તને માન આપે.
પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.
પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.
કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.