“પણ આ નાનાઓમાંથી જેઓ મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓમાના એકને જે કોય ઠોકર ખવડાવશે, ઈ કરતાં એના ગળે ઘંટીનો મોટો પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેય, ઈ એની હાટુ હારૂ છે.”
એનાથી હવે ખાલી આ વાતની બીક નથી કે, આપડો આ ધંધાનો અધિકાર વયો જાહે, પણ આ તો મહાન દેવી આર્તેમિસના મંદિરનું કાય મહત્વ રેહે નય, અને જે દેવીનુ ભજન આખાય આસિયા પરદેશમા અને આખા જગતમાં થાય છે, એની મહિમા પણ ઓછી થય જાહે.”
જો બીજાઓ તમારી ઉપરનાં ઈ હકનો લાભ લેય છે તો તેઓના કરતાં અમે વધારે હકદાર છયી, તો પણ ઈ હકનો અમે ઉપયોગ કરયો નથી, પણ મસીહના હારા હમાસારને કાય અટકાવરૂપ નો થાય ઈ હાટુ અમે બધાય સહન કરી છયી.
જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.
કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.
આપડે આ વાતોમાં સાવધાન રેયી છયી કે, વિશ્વાસીઓને જે દાન ઉદારતાથી આપે છે. એને યરુશાલેમ શહેરમાં પુગાડવા હાટુ તિતસની હારે બીજા સાથી વિશ્વાસીને મોક્લીયા, જેથી કોય પણ આપડી ઉપર આરોપ નો લગાડે.