17 ઈ હાટુ પરભુ શાસ્ત્ર દ્વારા કેય છે કે, “જે લોકો પરમેશ્વરની જેમ નથી કરતાં એમાંથી બારે નીકળો અને જુદા રયો, અને અશુદ્ધ વસ્તુને નો અડો, તો હું તમને અપનાવય,
વાલાઓ, જઈ આપણને આ વાયદો દેવામાં આવ્યો છે, તો આવો, આપણે પોતાની જાતને દેહ અને આત્માના બધાય ખરાબ કામો કરવાનું બંધ કરી, અને પરમેશ્વરનો ભય રાખતી વખતે પુરી રીતેથી પવિત્ર જીવન જીવવા હાટુ કોશિશ કરાયી.
પછી મે સ્વર્ગથી કોક બીજો અવાજ હાંભળ્યો કે, “હે મારા લોકો, ઈ શહેરમાંથી બારે નીકળી જાવ, ઈ લોકોના પાપોની જેમ નો કરો, એથી જે દુખો એની ઉપર હુમલો કરશે ઈ તમારી ઉપર નો આવે.”