12 અમે તમને પ્રેમ કરવાનું બંધ નથી કરયુ પણ તમે અમને પ્રેમ કરવાનું બંધ કરી દીધું છે.
કેમ કે, ઈ ફાટક બોવ હાક્ડું અને અઘરૂ છે, ઈ મારગ જે અનંતકાળ જીવનમાં લય જાય છે, અને થોડાક છે, જેઓ એને મેળવે છે.
આપડે બધીય બાજુથી મુશ્કેલીમાં હોવા છતાય દબાયેલા નથી; હેરાન થ્યા છતાય નિરાશ થયેલા નથી.
તમે અમારીથી પુરા હ્રદયથી પ્રેમ રાખો, આપડે કોયનો અન્યાય નથી કરયો, અને કોયનું કાય બગાડુ નથી, અને નથી કોયને છેતરા.
ઈ હાટુ પરમેશ્વર મારી સાક્ષી છે કે, હું મસીહ ઈસુની જેમ પ્રેમ કરીને તમને બધાયને મળવાની ઈચ્છા રાખું છું.
પણ જે કોય પાહે જગતની પુંજી હોય અને ઈ પોતાના વાલા વિશ્વાસી ભાઈને જરૂરિયાતમાં જોયને એને મદદ કરે નય, તો એનામા પરમેશ્વરનો પ્રેમ બનેલો રય હકતો નથી.