ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસ્સાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તમારા છોકરાવનો બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય.
જેથી પાઉલ અને બાર્નાબાસ ન્યા બોવ લાંબા વખત હુધી રોકાણા, તેઓ બીક વગર પરચાર કરતાં રયા કેમ કે, તેઓ પરમેશ્વર ઉપર નિર્ભર હતાં, એના દ્વારા સમત્કાર અને અદભુત કામો કરીને જાહેર કરતાં હતા કે, આ કૃપાની વિષે સાક્ષી હાસી હતી.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.
હું આ વાતની ના નો પડી હકુ કે, પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની કૃપાના કારણે આપણને બસાવ્યા કેમ કે, જો લોકો શાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરી હકે છે તો પછી મસીહને વધસ્થંભ ઉપર મરવાની કોય જરૂર નોતી.
આ કારણથી જઈ હું આ જાણયા વિના રય નો હકયો કે, તમે કેમ છો, તો તમારા વિશ્વાસની વિષે જાણવા હાટુ મે તિમોથીને તમારી પાહે મોકલ્યો, કેમ કે મને બીક હતી કે, પરીક્ષણ કરનારો શેતાને તમારી પરીક્ષા કરી હોય, અને અમારી મેનત નકામી ગય હોય.
ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો.
ઈ હાટુ સાવધાન રયો, અને બોલનારાનો અવાજ હાંભળવાની ના નો પાડો, કેમ કે ઈઝરાયલનાં લોકોએ જઈ પૃથ્વી ઉપર પરમેશ્વર તરફથી બોલવાવાળાની વાતો નથી માની તઈ તેઓએ સજા મેળવી, ઈ હાટુ જો આપડે સ્વર્ગથી સેતવણી આપનારાની વાતો નય માની તો હાસી રીતે સજા ભોગવશુ.
પરમેશ્વરે આપણને આરામની જગ્યામાં આવવાનો વાયદો કરયો અને ઈ અત્યારે પણ છે, ઈ હાટુ આપડે સાવધાન રેવું જોયી, એવું નો થાય કે, તમારામાંથી કોય પણ ઈ આરામની જગ્યા ઉપર જાવામાં નિષ્ફળ નીવડે.
વિશ્વાસીઓને ઈ બધાય વરદાનોનો ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે દરેકને બીજાઓની સેવા કરવા હાટુ દીધા છે, એને જુદા-જુદા વરદાનોનો હારી રીતે ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે કૃપાથી તેઓને દીધા છે.