આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.
કેટલીક એવી વાતો છે જે હું ન્યાના વડવાઓને કેવા ઈચ્છું છું કેમ કે, હું પણ તમારી જેવો એક વડવો છું હું પોતે ઈ દુખનો સાક્ષી છું, જે ઘણાય વખત પેલા મસીહે સહન કરયા છે, જઈ ઈ પાછો આયશે, તો હું પણ એની મહિમામાં ભાગીદાર થાય,