જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.
પરમેશ્વરે પોતાના દીકરા મસીહને મોકલવાનો ફેસલો લીધો, જેણે પોતાનુ લોહી વ્હેડાવ્યું અને વધસ્થંભ ઉપર મરી ગયો. પરમેશ્વરે એવુ પોતાના અને બધીય વસ્તુની વસે મેળ કરાવવા હાટુ કરયુ, ઈજ રીતેથી એણે પોતાના અને ઈ બધાયની વસે શાંતિ બનાવી રાખી કે, જે ઈ પૃથ્વી ઉપર હોય કે, સ્વર્ગની હોય.