Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 5:17 - કોલી નવો કરાર

17 ઈ હાટુ જો કોય મસીહ ઉપર વિશ્વાસ કરે છે, તો ઈ નવી રસના બની જાય છે. જુની વાતો પુરી થય ગય છે, જોવો, ઈ બધાય નવા થય ગયા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 5:17
46 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જો ઝાડવું હારું હોય એનુ ફળ હારૂ આવે કા જે ઝાડ ખરાબ હોય, તો એનુ ફળ પણ ખરાબ હોય કેમ કે, ઝાડ ફળથી ઓળખાય છે.


આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.


પણ નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં જ ભરવો જોયી.


જઈ હું મરણમાંથી પાછો જીવતો થાય તઈ તમે જાણી લેહો કે હું મારા બાપમાં છું, અને તમે મારામાં છો, અને હું તમારામા છું


દરેક ડાળી જે મારામાં જોડેલી છે, પણ ફળ નથી આપતી, એને ઈ કાપી નાખે છે, અને જે ડાળી ઉપર ફળ આવે છે અને ઈ કાપકૂપ કરે છે, જેથી ઈ હજી વધારે ફળ આપે.


હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો, જે મારામાં રેય છે અને હું એમા રવ છું, ઈ વધારે ફળ આપે છે કેમ કે, મારાથી નોખા થયને તમે કાય નથી કરી હક્તા.


એટલે હું તેઓમાં અને તમે મારામાં થય જાવ જેથી તેઓ પુરી રીતે એક કરી હકાય અને ઈ હાટુ કે, જગત હમજે કે, તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારાં ઉપર પ્રેમ કરયો, એમ તેઓના ઉપર પણ પ્રેમ કરયો છે.


નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.”


ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.


આપોલસને જેણે આ સોખું કરયુ છે કે, ઈ મસીહની પ્રત્યે કેટલો વફાદાર છે એને સલામ કેજો. આરીસ્તોબુલસના અને એના પરિવારને પણ સલામ કેજો.


મારા યહુદી ભાઈ હેરોદીયાને સલામ કેજો. નાર્કીસસના પરિવારને જે લોકો મસીહી છે, એને પણ સલામ કેજો.


પ્રિસ્કીલાબહેન અને એનો ધણી આકુલાભાઈને જે ઈસુ મસીહમા મારી હારે કામ કરનારા છે એને સલામ કેજો.


આન્દ્રોનિક્સ અને જુનિયાસને જે મારા સાથી યહુદી છે અને જે મારી હારે કેદ થયા હતાં અને ગમાડેલા ચેલાઓ એને હારી રીતે ઓળખે છે અને મારાથી પેલા મસીહના ચેલા બન્યા હતા. તેઓને મારા સલામ.


મસીહમા આપડી હારે કામ કરનાર ઉર્બાનસને સલામ અને મારા વાલા સ્તાખુસને પણ મારી સલામ કેજો.


પણ આપડે ઈ નિયમશાસ્ત્રના હાટુ મરી ગયા જેણે એકવાર આપણને બાંધી લીધા હતા. હવે નિયમશાસ્ત્રથી એવી રીતે છૂટી ગયા, કે હવે આપડે પરમેશ્વરની સેવા જુની રીતે લખેલ નિયમશાસ્ત્રને માનવાથી નથી કરતાં પણ આત્મામાં રેવા દ્વારા નવી રીતેથી કરી છયી.


ઈ હાટુ જે લોકો મસીહ ઈસુમાં છે તેઓની ઉપર કોય દંડ નથી.


પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.


જઈ હું બાળક હતો, તઈ હું બાળકની જેમ બોલતો હતો, વિસારતો હતો, અને બાળકની જેમ હમજતો હતો, પણ હવે હું જુવાન થ્યો છું, ન્યાથી મે બાળકની વાતુ મેલી દીધી છે.


હું મસીહમાં એક માણસને જાણું છું, જેને સવુદ વરહ પેલા જ્યાં પરમેશ્વર રેય છે ન્યા સ્વર્ગમાં લય લેવામાં આવ્યો, દેહની હારે કા તો આત્માની હારે ઈ પરમેશ્વર જ જાણે છે.


ઈ હાટુ હવેથી આપડે માણસની રીતે કોયનો ન્યાય કરતાં નથી, જો કે મસીહને અમે પેલા માણસની રીતે જોતા હતા, પણ હવેથી અમે આવી રીતે કોયનો ન્યાય કરતાં નથી.


જેમ કે પરમેશ્વરે બધાય લોકોને મસીહ દ્વારા પોતાની હારે જગતનો મેળ કરાવી દીધો છે, અને લોકોના પાપોનો આરોપ એની ઉપર લગાડતા નથી અને પરમેશ્વરે મેળ કરાવનારા વચનો આપણને હોપી દીધા છે.


મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી.


મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


કેમ કે, નો સુન્‍નત, અને નો બેસુન્ન્ત કાય મહત્વની નથી, પણ મહત્વનું ઈ છે કે, શું આપડે નવી રસનામાં પરિવર્તન થયા છયી.


કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.


પોતાના મોત દ્વારા, એણે મુસાના બધાય નિયમો અને વિધીઓની હારે રદ કરી નાખ્યા છે જેથી ઈ યહુદીઓ અને બીજી જાતિઓની વસ્સે શાંતિ સ્થાપી હકે અને આ એવી રીતે એક નવું જૂથ બનાવી હકે.


ઈસુ મસીહમા બધાય પવિત્ર લોકોને મારી સલામ કેજો અને બધાય વિશ્વાસી ભાઈઓ જે મારી હારે છે, ઈ તમને સલામ કેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ