આત્મા જ જીવન આપે છે જે કોયને સદાય હાટુ જીવાડી હકે છે, માણસનો સ્વભાવ આ વાતમાં મદદ નથી કરતો. મે જે તારી પાહેથી શીખ્યું છે ઈ આત્માની વિષે, અને તેઓએ તને અનંતકાળ હાટુ બતાવ્યો.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.