15 અને મસીહ બધાય લોકોની હાટુ મરી ગયો, જેથી અત્યારે જે જીવતા છે, તેઓ પોતાની જાતને રાજી કરવા હાટુ નય પણ જે તેઓની હાટુ મરી ગયો અને મરણમાંથી પાછો જીવતો થય ગયો એની હાટુ જીવે.
હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.
આપડે જાણી છયી કે, આપડો જુનો પાપીલો સ્વભાવ મસીહ ઈસુની હારે વધસ્થંભ ઉપર સડાવામાં આવ્યું, જેથી આપડા દેહમાં પાપીલો સ્વભાવ નાશ થય જાય, અને આપડે આગળ પાપની ગુલામીમાં નો રેયી.
જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.
કેમ કે, જઈ તમે જળદીક્ષા લીધી તઈ મસીહની જેમ દાટી દીધો હતો અને નવા સ્વભાવ હારે મસીહની જેમ જીવતો કરયો હતો. એવુ ઈ હાટુ થયુ કેમ કે, તમે વિશ્વાસ કરયો કે, પરમેશ્વરે પોતાના સામર્થ દ્વારા મસીહને મારવા પછી ફરીથી જીવતો કરી દીધો.
આ એવુ છે કે, તમને પરમેશ્વરે મોતમાંથી જીવતો કરયો, જઈ એણે મસીહને મોતમાંથી જીવતો કરયો, ઈ હાટુ એની ઈચ્છા પુરી કરો જે સ્વર્ગમા પરમેશ્વર પાહે તમારી હાટુ છે, જ્યાં મસીહ પરમેશ્વરની જમણી બાજુ બેઠો છે જે બધાયથી માનવાળી જગ્યા છે.
પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.