12 આપડે પછી પણ તમારી હામે પોતાની વાહ-વાહ નથી કરતાં, પણ આપડે પોતાના વિષે તમને અભિમાન કરવાનો અવસર આપી છયી. જેથી તમે એને જવાબ આપી હકો, જે હૃદય ઉપર નથી, પણ જોય હકાય એવી વાતો ઉપર અભિમાન કરે છે.
હાલમાં જે તમે થોડુ ઘણુ હમજો છો ઈ તમે પુરી રીતે હમજશો; જેથી પરભુ ઈસુના પાછા આવવાના દિવસે અમે જેમ તમારી હાટુ અભિમાન કરી હકશું, એમ તમે પણ અમારી હાટુ અભિમાન કરી હકશો.
કેમ કે, આપડે એની હારે પોતાની ગણતરી કે હરખામણી કરવાની કોશિશ નથી કરતાં, જે પોતાની જ વાહ-વાહ કરે છે, અને પોતાની જાતને અંદરો-અંદર માપ તોલીને એક-બીજાની હરખામણી કરીને હમજતા નથી.
તમે ખાલી આજ વાતોને જોવ છો, જે આંખુની હામે દેખાય છે, જો કોયને પોતાની ઉપર આવો ભરોસો હોય કે, ઈ મસીહનું છે, તો આ પણ હમજી લેય કે, જેવું ઈ મસીહનું છે, એમ જ આપડે પણ મસીહના છયી.
હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.