જે વાત મે તમને કીધી છે, એને યાદ રાખો કે ચાકર પોતાના માલિક કરતાં મોટો હોતો નથી, જો તેઓએ મને સતાવ્યો, તો ઈ તમને પણ સતાયશે. જો એણે મારૂ શિક્ષણ માન્યું છે, તો તમારું પણ માનશે.
રૂપીયાની લાલસ નો કરો, પણ જે તમારી પાહે છે, એનાથી જ સંતોષ રાખો, કેમ કે પરમેશ્વર પોતે કેય છે કે, “હું તને કોયદી મુકી દેય નય, અને કોયદી તારો ત્યાગ કરય નય.”