18 ઈ હાટુ કે, જે દેખાય છે ઈ નય, પણ જે નથી દેખાતું એની ઉપર અમે ધ્યાન રાખી છયી; કેમ કે, જે દેખાય છે ઈ ઘડીકવારનું જ છે, પણ જે નથી દેખાતું ઈ અનંતકાળનું છે.
આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.
પણ હવે મસીહ પ્રમુખ યાજકની જેમ આવ્યો જે નવા કરારની બધીય હારી વસ્તુઓ આપે છે. એણે એવા મહાન અને સિદ્ધ મહાપવિત્ર જગ્યામાં પ્રવેશ કરયો છે, જે લોકોએ બનાવ્યુ નથી અને જે આ પૃથ્વીનો નથી.