અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું દરોજ મોતને ભેટું છું, હું જે કવ છું ઈ ખરેખર હાસુ છે જેમ કે, ઈ પણ હાસુ છે કે, હું ખરેખર રાજી છું કેમ કે, તમે અમારા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.
અને જેવી રીતે પરમેશ્વરે આપણને એવું દેહ આપ્યુ જેમ પૃથ્વી ઉપરનાં પેલા માણસનું હતું, એવી જ રીતેથી આપણે વિશ્વાસીઓની પાહે મસીહ જેવું દેહ હશે, જે હવે સ્વર્ગમાં છે.
આપડે આ પૃથ્વી ઉપરનાં ઘરમા રેતી વખતે બોજાના લીધે દુખ સહન કરી છયી. કેમ કે, આપડે આ પૃથ્વી ઉપરનાં દેહિક જીવનને છોડવા નથી માગતા પણ પરમેશ્વર આપણને સ્વર્ગીય દેહ આપે એની ઈચ્છા રાખી છયી, જેથી આ દેહિક જીવન જેનું મરણ થાવાનું છે ઈ અનંતકાળના જીવનમાં ભળી જાહે.