Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 3:8 - કોલી નવો કરાર

8 તો પછી જે આત્માની સેવા કરાવે છે એની મહિમા તો એનાથી પણ મહાન હોય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 3:8
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે યહુદીઓનુ નિયમશાસ્ત્ર મુસા દ્વારા દેવામાં આવ્યું, અને પરમેશ્વરે ઈસુ મસીહ દ્વારા કૃપા અને હાસાય દેખાડી.


પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.


પાકી ખાતરીથી તમે જાણો છો કે, તમે પોતે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વાસ કરે છે.


કેમ કે, જો કોય આવીને જે ઈસુનો અમે પરચાર કરયો, એનાથી જુદા જ ઈસુનો પરચાર કરે કે, પછી તમે જે આત્મા મેળવ્યો, એનાથી જુદો જ આત્મા મેળવો, કે, પછી જે હારા હમાસારને તમે પેલા સ્વીકારો, એનાથી જુદા જ હારા હમાસાર સ્વીકારો; તો તમે એને ખુબ જ હારી રીતે સહન કરો છો.


પરભુ તો આત્મા છે, અને જ્યાં ક્યાય પરભુનો આત્મા છે ન્યા સ્વતંત્રતા છે.


જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.


અને મોતની સેવા જેના લેખો પાણા ઉપર કોતરેલા હતા; ઈ જો એટલુ મહિમાવાન હતું કે, ઈઝરાયલ દેશના લોકો મુસાના મોઢા ઉપરનું તેજ જે ટળી જાય એવું હતું ઈ તેજને લીધે એના મોઢા ઉપર એક ધારૂ જોય હક્યાં નય.


કેમ કે, સજાની આજ્ઞામાં માહિમમાં હતો, તો ન્યાયીપણાની સેવામાં મહિમા કેટલી વધારે છે.


મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી બિનયહુદીઓને ઈ જ આશીર્વાદ પ્રાપ્ત થાય, જેનો વાયદો પરમેશ્વરે ઈબ્રાહિમની હારે ઈસુ મસીહના દ્વારા કરયો હતો, અને મસીહના ઉપર વિશ્વાસ દ્વારા જેનું વચન આપ્યુ છે, ઈ પરમેશ્વરનો આત્મા પ્રાપ્ત કરે જેનો એણે આપણને આપવાનો વાયદો કરયો હતો.


હું એવું કય હકુ છું કેમ કે, આપણે પવિત્ર આત્મા દ્વારા પુરી આશા છે કે, પરમેશ્વર આપણને ન્યાયી રૂપે અપનાયશે કેમ કે, આપડે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી.


મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના કારણે હવે આપડે બધાય ઈ એક પરમેશ્વરની આત્મા દ્વારા પરમેશ્વર બાપની પાહે આવી હકી છયી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારે સદાય તમારા હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી કેમ કે, પરમેશ્વરે જગત બનાવ્યા પેલા જ તમને ગમાડી લીધા હતા, જેથી તમે હાસાય ઉપર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીને તારણ મેળવો.


પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ