2 તમે પોતે જ અમારા પત્રની જેમ છો; જે બધાયની હારે પરમેશ્વર હાટુ અમારા કામોની ભલામણ કરો છો, જે આપડા હ્રદય ઉપર લખેલુ છે અને એને બધાય લોકો જાણે કે, તમે અમારી ઉપર કેટલો વિશ્વાસ કરો છો.
પેલા હું તમારા બધાયની હાટુ ઈસુ મસીહ દ્વારા આપડા પરમેશ્વરનો આભાર માનુ છું કેમ કે, ઘણીય જગ્યાઓમાં માણસો આ વિષે વાતો કરે છે કે, તમે કેવી રીતે મસીહ ઉપર વિશ્વાસ કરો છો.
પરમેશ્વરની મારી ઉપર થયેલી કૃપા પરમાણે કુશળ કારીગર તરીકે મેં પાયો નાખો છે; અને એની ઉપર કોય બીજો બાંધે છે. પણ પોતે એની ઉપર કેવી રીતે બાંધે છે ઈ વિષે હરેકને સાવધન રેવું જોયી.
હું તમને ગુનેગાર ઠરાવવા હાટુ આ વાતો નથી કેતો, કેમ કે, મેં તમને પેલાથી જ કીધું હતું કે, અમે તમને બોવ જ પ્રેમ કરી છયી, અમે તમારીથી જુદા નથી થય હકતા જેમ કે, આપડે જીવતા રેયી કે મરી જાયી.
કેમ કે, તમારી ન્યાંથી ખાલી મકદોનિયા અને અખાયા પરદેશોમા પરભુ ઈસુ મસીહના વચનો હંભળાવવામાં નથી આવ્યા, પણ તમારા વિશ્વાસની વિષે જે પરમેશ્વર ઉપર છે, દરેક જગ્યાએ એવી વાત ફેલાય ગય છે કે, અમને તમારા વિશ્વાસના વિષે કાય બતાવવાની જરૂરી નથી.