15 અને આજ હુધી જઈ કોયદી મુસાના નિયમો વાસવામાં આવે છે, તઈ તેઓના હ્રદય ઉપર પડદો રેય છે;
પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે.
જઈ પણ કોય માણસ પરભુ ઉપર વિશ્વાસ કરશે, તઈ આ પડદો આઘો થય જાહે.