14 પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે.
પરમેશ્વરે તેઓની આંખુ આંધળી અને તેઓના મનને કઠોર કરી નાખ્યા છે, ક્યાક એવુ નો થાય કે, તેઓ આંખુથી જોય અને મનથી હમજે અને તેઓ પસ્તાવો કરે અને તેઓ પાપોની માફી હાટુ મને પ્રાર્થના કરે અને ઈ કારણે હું તેઓને હાજા કરી દવ.
નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”
કેમ કે, જુના વખતથી શહેરે શહેરમાં ઈ મુસાના નિયમનો પરચાર કરનારા બન્યા છે, અને પેલા બતાવેલી સ્યાર વાતોને દરેક એક વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં વાસવામાં આવે છે.
કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.
કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.
જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.
ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.
તેઓની બુદ્ધિ ઉપર અંધારૂ ફેલાય ગયુ છે અને ઈ અજ્ઞાનતાનાં લીધે જે એનામાં છે અને એના હાંભળવાને ઈચ્છુક નો હોવાને કારણે તેઓ ઈ જીવનથી આઘા છે જે પરમેશ્વર આપે છે.