11 કેમ કે, જે નાશ થાવાનું હતું ઈ જો મહિમાવંત હતું, તો જે સદાય હાટુ ટકી રેવાનું છે એનો મહિમા કેટલો વધારે છે.
અને ઈ મહિમા જે મુસાના નિયમ દ્વારા આપ્યુ હતું, ઈ તેજ નવા કરારના તેજના લીધે નો રયું.
ઈ હાટુ આવી આશા રાખીને આપડે હિંમતથી બોલી છયી,
ઈ હાટુ જઈ આપડી ઉપર એવી દયા થય કે, આપડે પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરવાની સેવા મળી, તો આપણે હિંમત નથી હારતા.
પરમેશ્વરે આને નવો કરાર કીધો છે, જેથી એણે પેલા કરારને જુનો ઠરાવ્યો છે, અને જે કાય જુનું છે ઈ થોડાક વખતમાં જ નાશ થય જાહે.