પછી, જઈ હું ન્યા પુગું તો હું ઈ લોકોને મોક્લય, જેને તમે વિશ્વાસી માણસોની જેમ ગમાડયા હતા કે, તેઓ દાન યરુશાલેમ શહેરમાં લયને જાય. હું એની હારે એક પત્ર પણ મોકલી દેય કે ન્યાના વિશ્વાસીઓથી એની ઓળખાણ કરાવી હકુ.
પરમેશ્વરની મારી ઉપર થયેલી કૃપા પરમાણે કુશળ કારીગર તરીકે મેં પાયો નાખો છે; અને એની ઉપર કોય બીજો બાંધે છે. પણ પોતે એની ઉપર કેવી રીતે બાંધે છે ઈ વિષે હરેકને સાવધન રેવું જોયી.
કેમ કે, આપડે એની હારે પોતાની ગણતરી કે હરખામણી કરવાની કોશિશ નથી કરતાં, જે પોતાની જ વાહ-વાહ કરે છે, અને પોતાની જાતને અંદરો-અંદર માપ તોલીને એક-બીજાની હરખામણી કરીને હમજતા નથી.
હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.
કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.
આપડે પછી પણ તમારી હામે પોતાની વાહ-વાહ નથી કરતાં, પણ આપડે પોતાના વિષે તમને અભિમાન કરવાનો અવસર આપી છયી. જેથી તમે એને જવાબ આપી હકો, જે હૃદય ઉપર નથી, પણ જોય હકાય એવી વાતો ઉપર અભિમાન કરે છે.