અને તઈ હું ઈ વાતોને લીધે આ પત્ર તમને લખુ છું કે, ન્યા એવુ નો થાય કે, મારા આવવાથી, જેનાથી મને ખુશી મળવી જોયી, હું તેઓથી દુખી થય જાવ, કેમ કે મને તમારી બધાય ઉપર આ વાતોનો ભરોસો છે કે, જે મારી ખુશી છે, ઈ જ તમારી બધાયની પણ છે.
કેમ કે, ઘણાય દુખોથી અને હૃદયની વેદનાથી; મેં ઘણાય આંહુડા પાડીને આ પત્ર લખ્યો, ઈ હાટુ નય કે, તમે દુખી થાવ, પણ ઈ હાટુ કે, તમારી ઉપર મારો જે મહાન પ્રેમ છે ઈ તમે જાણો.
એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.
મે તને આ પત્ર એટલા હાટુ લખ્યું છે કેમ કે, મને વિશ્વાસ છે કે, તુ ઈ કરશે જે કરવાનું હું તને વિનવણી કરું છું અને મને ખબર છે કે, તુ એનાથી પણ વધારે કરય, જે હું તને કરવાની વિનવણી કરું છું