4 કેમ કે, ઘણાય દુખોથી અને હૃદયની વેદનાથી; મેં ઘણાય આંહુડા પાડીને આ પત્ર લખ્યો, ઈ હાટુ નય કે, તમે દુખી થાવ, પણ ઈ હાટુ કે, તમારી ઉપર મારો જે મહાન પ્રેમ છે ઈ તમે જાણો.
કેમ કે હું ઠીક એવી જ રીતે સીંતા કરું છું કે, જેમ પરમેશ્વર તમારી સીંતા કરે છે, ઈ હાટુ મે એકમાત્ર વરરાજા મસીહની હારે તમારી હગાય પુરી કરી છે, જેનાથી હું તમને પવિત્ર કુંવારીની જેમ એની હામે હાજર કરીને હોપી દવ.
પછી જે પત્ર મેં તમને લખ્યો હતો, ઈ નો તો તેઓની કારણે લખ્યો, જેણે અન્યાય કરયો, અને નો તેઓની કારણે જેની ઉપર અન્યાય કરવામાં આવ્યો, પણ ઈ હાટુ કે, તમારો અમારી પ્રત્યે લગાવ, ઈ પરમેશ્વરની હામે તમારી ઉપર પરગટ થય જાય.