ઈ હાટુ જો આપડા દેહના એક અંગમાં દુખાવો થાય તો આખાય દેહને દુખ થાય છે. અને એવી જ રીતે જો આપડા દેહના એક અંગને હારી રીતે હંભાળ રાખવામાં આવે તો આખોય દેહ રાજી છે.
હાલમાં જે તમે થોડુ ઘણુ હમજો છો ઈ તમે પુરી રીતે હમજશો; જેથી પરભુ ઈસુના પાછા આવવાના દિવસે અમે જેમ તમારી હાટુ અભિમાન કરી હકશું, એમ તમે પણ અમારી હાટુ અભિમાન કરી હકશો.
કેમ કે, જો મેં મારા પત્રથી તમને દુખી કરયા અને એનું મને દુખ થાતું હતું, પણ હવે મને એનો પસ્તાવો થાતો નથી કેમ કે, હું જોવ છું કે ઈ પત્રએ તમને થોડાક જ વખત હાટુ દુખી કરયા હતા.