2 કરિંથીઓને પત્ર 2:17 - કોલી નવો કરાર17 કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે. အခန်းကိုကြည့်ပါ။ |
ઈ હાટુ હું કવ છું કે, આપડે કાયમ પરમેશ્વરનાં પવિત્ર લોકોની જેમ રેવું જોયી. આપડે ખરાબ રીતે જીવવું નો જોયી, જેમ કે, આપડે મસીહમાં વિશ્વાસ કરવાથી પેલા કામો કરતાં હતા જેમ આપડે તે ખરાબ અને ભુંડા કામોને બંધ કરી દેવું જોયી. જે અમે કરતાં હતા એના બદલે આપડે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું છે અને કોય પણ ખરાબ કામો નથી કરવાના એટલે કે, કાયમ જવાબદારી અને હાસાય હોવી જોયી.
જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.
કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.