પેલા હું તમારા બધાયની હાટુ ઈસુ મસીહ દ્વારા આપડા પરમેશ્વરનો આભાર માનુ છું કેમ કે, ઘણીય જગ્યાઓમાં માણસો આ વિષે વાતો કરે છે કે, તમે કેવી રીતે મસીહ ઉપર વિશ્વાસ કરો છો.
મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.
પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.
જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.
કેમ કે, તમારી ન્યાંથી ખાલી મકદોનિયા અને અખાયા પરદેશોમા પરભુ ઈસુ મસીહના વચનો હંભળાવવામાં નથી આવ્યા, પણ તમારા વિશ્વાસની વિષે જે પરમેશ્વર ઉપર છે, દરેક જગ્યાએ એવી વાત ફેલાય ગય છે કે, અમને તમારા વિશ્વાસના વિષે કાય બતાવવાની જરૂરી નથી.
જે શિક્ષણ બોવ બધાય લોકોને મારા દ્વારા શીખવાડતી વખતે તે હાંભળુ છે, ઈ જ શિક્ષણ તુ બીજા વિશ્વાસી લોકોને શીખવાડ જે વિશ્વાસુ છે, જેથી તેઓ પણ બીજા લોકોને શીખવાડી હકે.
તેઓએ કીધું કે, “આમીન. આપડે જાહેર કરી છયી કે, આપડો પરમેશ્વર મહાન, સ્તુતિ, પરાક્રમી, સામર્થ્યવાન અને જ્ઞાની છે, આવો આપડે સદાય હાટુ એની મહિમા કરી અને એનો આભાર માની, આમીન.”