Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 2:12 - કોલી નવો કરાર

12 હવે જઈ હું મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ ત્રોઆસ શહેરમાં આવ્યો, અને ન્યા પરભુએ મને હારા હમાસારનો પરચાર કરવા હાટુ મોટો અવસર આપ્યો,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 2:12
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું.


ઈ હાટુ ત્રોઆસ શહેરમાંથી વહાણ દ્વારા અમે સીધા સામોથ્રાકી ટાપુ લગી ગયા, અને બીજા દિવસે નિઆપોલીસ શહેરમાં આવ્યા.


ઈ હાટુ તેઓ મુસિયા પરદેશમાંથી થયને બંદરવાળા ત્રોઆસ શહેરમાં આવ્યા.


જે મેડી ઉપર અમે ભેગા થયા હતાં, એમા બોવ દીવા બળતા હતા.


આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.


કેમ કે, હવે અત્યારે પણ આયા બોવ બધાય લોકો છે જે પરમેશ્વરનાં વચનો હાંભળવા માગે છે, અને જ્યાં પરમેશ્વરનાં ઘણાય વિરોધીઓ છે.


જો બીજાઓ તમારી ઉપરનાં ઈ હકનો લાભ લેય છે તો તેઓના કરતાં અમે વધારે હકદાર છયી, તો પણ ઈ હકનો અમે ઉપયોગ કરયો નથી, પણ મસીહના હારા હમાસારને કાય અટકાવરૂપ નો થાય ઈ હાટુ અમે બધાય સહન કરી છયી.


આવી રીતે પરભુની આજ્ઞા છે કે, તેઓ જે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરે છે, એના દ્વારા પોતાનું ભરણ-પોષણ ઈ લોકોમાંથી મળવું જોયી જે હારા હમાસાર હાંભળે છે.


તો જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું છું તો એમા અભિમાન હેનું! ઈ તો મને હોપવામાં આવેલી જવાબદારી છે! ધિક્કાર છે મારી જાત ઉપર જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર નો કરું તો મને અફસોસ છે!


કેમ કે આપડે પોતાની હદથી બારે પોતાની જાતને વધારવા નથી માંગતા, જેમ કે, તમારી હુધી નય પુગવાની દશામાં હોત, પણ અમે બધાયથી પેલા તમારા કરિંથી શહેરમાં મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ આવ્યા.


કેમ કે, જો કોય આવીને જે ઈસુનો અમે પરચાર કરયો, એનાથી જુદા જ ઈસુનો પરચાર કરે કે, પછી તમે જે આત્મા મેળવ્યો, એનાથી જુદો જ આત્મા મેળવો, કે, પછી જે હારા હમાસારને તમે પેલા સ્વીકારો, એનાથી જુદા જ હારા હમાસાર સ્વીકારો; તો તમે એને ખુબ જ હારી રીતે સહન કરો છો.


મેં પરમેશ્વરનાં હારા હમાસાર તમને મફત હંભળાવી, અને પોતાની જાતને નમ્ર કરી; જેથી તમને ઉસા કરવામાં આવે, તો એમા મેં કાય પાપ નથી કરયુ.


જો આપણે હારા હમાસાર પરગટ કરી છયી અને ઈ પડદા પાછળનું હોય, તો ઈ ખાલી નાશ થનારાઓની હાટુ જ છે.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


આપડે એની હારે બીજા વિશ્વાસી ભાઈને પણ મોકલ્યો જેનું નામ હારા હમાસાર ફેલાવામાં બધી મંડળીના વિશ્વાસીઓમાં ફેલાયેલુ છે,


કેમ કે, બીજાઓને મદદ કરવા હાટુ આપવાની સેવાથી બોવ બધા લોકો પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, કેમ કે, તમે મસીહના હારા હમાસાર હાસા છે એવી કબુલાત કરી છે, અને હવે એનું પાલન પણ કરો છો, અને ગરીબ વિશ્વાસીઓ અને બધાય વિશ્વાસીઓની મદદ પણ કરતાં હોય.


અને એની હારે અમારી હાટુ પણ પ્રાર્થના કરતાં રયો કે, પરમેશ્વર અમારી હાટુ વચનનું પરચાર કરવાનો મારગ ખોલે કે, અમે મસીહની ગુપ્ત વાતોને હંમજાવી હકી, જેનો પરચાર કરવાના કારણે હું જેલખાનામાં છું


અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ